ટીવી એક્ટર જય ભાનુશાળી અને એક્ટ્રેસ માહી વિજની દીકરી તારા ભાનુશાળી પોપ્યુલર સ્ટારકિડ પૈકીની એક છે. જય અને માહી અવારનવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર તારાના ક્યૂટ વિડીયો શેર કરતાં રહે છે. તારા મીડિયાના ફોટોગ્રાફર્સની પણ ફેવરિટ છે. હાલમમાં જ જયે તારાનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પોતાના ફેન્સ સાથે વાતો કરતી જોવા મળે છે. આ વિડીયો શેર કરતાં જય ભાનુશાળીએ લખ્યું, “તારાને અમારી જિંદગીમાં પામીને અમે ધન્ય થઈ ગયા છીએ. ‘તમે ખાવાનું ખાધું’ એ દર્શાવે છે કે આપણે હંમેશા અન્યો પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવા જોઈએ. થેન્ક્યૂ બાળકો પ્રેમ માટે આભાર.” આ વિડીયોમાં તારા પોતાની કારમાં બેઠેલી છે અને બહાર ઊભેલી કેટલીક કિશોર વયની છોકરીઓ સાથે વાત કરી રહી છે. એક છોકરીએ તારાનો ગાલ ખેંચ્યો અને પછી કહ્યું, ‘તને અમે ટીવી પર ખૂબ જોઈએ છીએ.’ બીજી એક છોકરી કહે છે, ‘હું તારી બહુ મોટી ફેન છું.’ જે બાદ તારા આ છોકરીઓને પૂછે છે, ‘તમે જમ્યા?’ જેના જવાબમાં છોકરીઓ હા પાડે છે. તારાનો આ વિડીયો સેલિબ્રિટીઝને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસ યુવિકા ચૌધરીએ કોમેન્ટ કરતાં લખ્યું, ‘સો સ્વીટ.’ આ સિવાય ફેન્સ પણ કોમેન્ટ કરીને તારાને ક્યૂટ અને પ્રેમાળ ગણાવી રહ્યા છે. કેટલાય ફેન્સ હાર્ટ ઈમોજી દ્વારા કોમેન્ટ કરીને તારા પર પ્રેમ વરસાવી રહ્યા છે. અગાઉ બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ પણ તારાની ચાહક હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કાર્તિક આર્યન અને સલમાન ખાન સાથેના તારાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જણાવી દઈએ કે, જય ભાનુશાળી અને માહી વિજે ૨૦૧૧માં લગ્ન કર્યા હતા. કપલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, લગ્નના ઘણાં વર્ષો સુધી તેમણે બાળક માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાદમાં ૨૦૧૯માં ૈંફહ્લ દ્વારા તારાનો જન્મ થયો.