“એ બધું ઠીક પણ સાચા પ્રેમમાં હંમેશાં બધું જતું કરવાની ભાવના હોય છે અને આકર્ષણમાં ફક્ત ને ફક્ત બધું જ મેળવી લેવાની ભાવના હોય છે. સાંભળ: સાચા પ્રેમમાં સુખ અને દુઃખની લાગણી એક સમાન હોય છે. ખૂબીઓ અને ખામીઓ પણ એક સમાન હોય છે. ના કોઇ ભાષાના નાત કે જાત, ના અમીર – ગરીબ …. બધું જ એક સમાન. અને હા, પ્રેમનું પ્યારૂં ભોજન જ પીડા છે. પ્રેમ કરીએ એટલે પીડા આપોઆપ જન્મે. છતાં પ્રેમ એ ઋણાનુબંધ છે. એને કોઇ સમમર્યાદા ન હોય. એટલે તો પ્રેમને ત્યાગનું જીવંત સ્વરૂપ કહ્યું છે. પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે સ્વીકાર, પ્રેમ એટલે દિવ્ય અહેસાસ, પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે અલૌકિક અનુભૂતિ, પ્રેમ એટલે પરમનું સાનિધ્ય અને પ્રેમ એટલે એક પ્રકારની ભક્તિ ! આરાધના અને પૂજા….!”
“હું બધું જ જતું કરી દઇશ, બસ.” દામલ અકળાઇ જઇ બોલ્યો: “મારે બીજું કંઇ નથી જાઈતું. મારે તો ફકત આખેઆખી તું જ જાઇએ છે. તારો પ્રેમ જાઈએ છે..”
“તો પછી પ્રેમમાં વાદ વિવાદ ન હોય, દામલ.” જ્યોતિ ફરી બોલવા માંડી: “ એમ જ કંઇ વિચાર્યા વગર મેં તો તને આખી રાત માટે મારૂં શરીર આપી દીધું. તે જે કંઇ કર્યું તે તને મુબારક ! મેં એકપણ પ્રશ્ન તને કર્યો ? જેને પ્રશ્નો જ ન હોય તેને પ્રેમ કહેવાય, પાકેલો પ્રેમ ! આમ જાઇએ તો પ્રેમ એટલે એક પ્રકારનું મૌન ! અને હા, સાચો પ્રેમ, શરીરના સ્પર્શની ઝંખના વગરનો હોય છે. પ્રેમ એટલે બે આત્માનું મિલન, બે મનનું મિલન, બે દિલનું મિલન….!”
“સારૂં….સારૂં…”. કાંડા ઘડિયાળમાં જાતો દામલ બોલ્યો: “સવાનવ થઇ ગયા જ્યોતિ…, હવે ઊભી થા… અંદર જઇ બધા છોકરાઓને વ્યવસ્થિત રીતે લાઇનમાં ગોઠવી… આપણે હવે જઇએ…”
બાળકો તો તૈયાર જ હતા. બસમાં ગોઠવાયાં. થોડીવારમાં દામોદર કુડ આવતા બધા બસમાંથી નીચે ઊતર્યા. દામોકુંડ જાઇને બાળકો ખૂબ ખૂબ ખુશ થયા. આમ – તેમ આટા માર્યા. ને સમય થતાં ફરી બસમાં ચડયા. બસ ચાલીને ફરી ઊભી રહી. રોડ પર જ એક સાઇડમાં બસ પાર્ક થઇ. અશોકનો શિલાલેખ આવતા બધા વિદ્યાર્થીઓએ શિલાલેખ જાયો. મોટા એવા પથ્થરમાં એટલે કે શિલામાં કંઇક લખેલું બધાએ જાયું. વાંચી ન શકયા કારણ કે લખવામાં આવેલી ભાષા અલગ જ હતી.
વળી ત્યાંથી બધા બસમાં ગોઠવાયા. બસ ચાલીને શહેરમાં આવેલા મહાબત મકબરા પાસે થોડે છેટે પાર્ક થઇ. આ મકબરાનું બાંધકામ અને નકશીકામ બધાને હેરત પમાડે તેવું હતું. મકબરાને જાઇ બધાએ વાહ… વાહ… કરી. જ્યોતિએ પણ મકબરાને ઝીણવટથી કયાંય સુધી જાયા કર્યો. આ બધું જાવામાં લગભગ દોઢેક કલાકનો સમય પાસર થયો.
ફરી બધા બસમાં ગોઠવાયા. વિલિંગડન ડેમ થોડો દૂર હતો. ધીમે ધીમે બસ ચાલીને ડેમે પહોંચી. અહીં વિશાળ એવા મેદાનમાં બસ પાર્ક થઇ. ખુશનુમા વાતાવરણ અને બધે જ લીલોતરી લીલોતરી હોવાથી મન મગજ પ્રફુલ્લિત થઇ ગયા હતા.
બાળકો તો ખુશ ખુશ થઈ આમ – તેમ ફરવા લાગ્યા. દૂર દૂર સુધી ડેમમાં તો પાણી જ પાણી હતું. સૌ ખૂબ ખુશ થયા. પ્રવાસમાં બધાએ ખૂબ ખૂબ આનંદ કર્યો. આવા શૈક્ષણિક પ્રવાસમાં ખરેખર અલગ પ્રકારનો અને ન ભૂલી શકાય તેવો આનંદ અને મોજ બધાએ મેળવી જ હતી.
આમ શૈક્ષણિક પ્રવાસ પૂરો થતાં બપોરના ત્રણ વાગે સૌ બસમાં ગોઠવાયા. હવે જૂનાગઢને વિદાય આપવાની ઘડી આવી હતી કારણ કે કેમળાપુર જવા માટે બસ ઉતાવળી થઇ રહી હતી. અને હવે તો લકઝરી બસ ધીમે ધીમે ચાલવા પણ લાગી.
ત્યારે હવે બસની બારી બહાર જ્યોતિની દ્રષ્ટિ ક્યાંય દૂર દૂર સુધી જાઇ રહી હતી. એક પછી એક એમ અનેક દૃશ્ય ચિત્રપટની જેમ તેની આંખો સામેથી પસાર થતાં રહ્યા. એ ટાણે તેના રેશમી વાળની એક લટ પવનની લહેરખીથી તેના રૂપાળા ગોરા ગોરા ગાલ પર આમ-તેમ ફરકી મજાની ગમ્મત કરતી હતી. તેની નજર તો બારીની બહાર જ હતી પરંતુ દામલની નજર તો જ્યોતિના ચહેરા પર જ મંડાયેલી હતી.
“જયોતિ તો ખરેખર ઝગમગ થતી જ્યોત જેવી જ છે.” દામલ આમ મનોમન ગણગણ્યો: “જ્યોતિએ જ મારામાં પ્રેમની જ્યોત પ્રકટાવી છે. ખરે જ તેનું સૌદર્ય એવું છે કે અઢળક અલંકારી ભાષાના શબ્દો પણ ઓછા પડે ! અત્યારે તે કેવી સોહામણી અપ્સરા જેવી અને વહાલી વહાલી લાગે છે… ” (ક્રમશઃ)