કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ જર્મન સંસદની વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ માઈકલ રોથને મળ્યા. બંને વચ્ચે વર્તમાન વૈશ્વિક પડકારો અને નવા દ્વિપક્ષીય સહયોગ માટેની શક્યતાઓ પર ચર્ચા થઈ હતી. જયશંકર સાઉદી અરેબિયાથી જર્મની પહોંચ્યા હતા. જયશંકરે જર્મન સાંસદ સાથેની વાતચીત વિશે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.
“માઈકલ રોથને મળીને આનંદ થયો. અમે વર્તમાન વૈશ્વિક પડકારો અને ભારત અને જર્મની વચ્ચે નવા દ્વિપક્ષીય સહયોગ માટેની શક્યતાઓ વિશે વાત કરી,” કેન્દ્રીય વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કહ્યું. તેમણે મંગળવારે બર્લિનમાં આયોજિત મ્યુનિક સુરક્ષા પરિષદમાં વિદેશી બાબતો અને સુરક્ષા નિષ્ણાતો સાથે પણ વાતચીત કરી હતી.
જયશંકરે કહ્યું કે આ કોન્ફરન્સમાં ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક સમાનતા પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. તેઓ સંસદના સભ્યોને પણ મળ્યા હતા. અગાઉ, જયશંકરે તેમના જર્મન સમકક્ષ અન્નાલેના બેરબોક સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. બંનેએ વેપાર, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારી વિશે વાત કરી