ભારતના વિદેશ મંત્રી ડા. એસ. જયશંકર આવતા અઠવાડિયે કેનેડાની મુલાકાત લેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. તાજેતરના સમયમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે, અને જયશંકરની મુલાકાત તેમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જયશંકર ૧૧-૧૨ નવેમ્બરના રોજ ઓન્ટારિયોના નાયગ્રા ક્ષેત્રમાં યોજાનારી ય્૭ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.કેનેડા આ વર્ષે બીજી વખત ય્૭ નું આયોજન કરી રહ્યું છે, કારણ કે તે હાલમાં જૂથનું પ્રમુખપદ ધરાવે છે. કેનેડા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ બેઠક જી૭ મંત્રીઓને વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવાની અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. તેમાં સુરક્ષા, સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિસ્થાપકતા જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારત જી૭નું સભ્ય નથી પરંતુ ૨૦૧૯માં ફ્રાન્સ દ્વારા લેવામાં આવેલી પહેલથી આ બેઠકોમાં આમંત્રિત દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે.જયશંકરની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. ગયા મહિને, કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. છેલ્લા બે વર્ષમાં કેનેડિયન કેબિનેટ મંત્રીની આ પહેલી ભારત મુલાકાત હતી. તેમની મુલાકાત દરમિયાન, આનંદે જયશંકર અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે વ્યાપક વાતચીત કરી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી, જે વિદેશ પ્રધાન માટે એક દુર્લભ તક હતી. આ મુલાકાત બાદ, બંને દેશોએ ઉર્જા સંવાદ ફરી શરૂ કરવાની અને સંયુક્ત વિજ્ઞાન અને ટેકનોલોજી સહકાર સમિતિના પુનર્ગઠનની જાહેરાત કરી.ભારત-કેનેડા સંબંધો ૨૦૨૩-૨૪ માં નિમ્ન સ્તરે પહોંચ્યા જ્યારે તત્કાલીન કેનેડાના વડા પ્રધાન જસ્ટીસ ટ‰ડોએ આરોપ લગાવ્યો કે ખાલિસ્તાની સહાનુભૂતિ ધરાવતા અને ભારત દ્વારા નિયુક્ત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. નવી દિલ્હીએ આ આરોપોને વાહિયાત ગણાવતા કડક પ્રતિક્રિયા આપી. ત્યારબાદ, બંને દેશોએ ઉગ્ર વક્તવ્યની આપ-લે કરી, રાજદ્વારી કર્મચારીઓને પાછા ખેંચી લીધા અને સંબંધો સ્થિર થઈ ગયા.૨૦૨૫ ની શરૂઆતમાં કેનેડામાં સત્તા પરિવર્તન સાથે  વાતાવરણ બદલાયું. વડા પ્રધાન પદ સંભાળ્યા પછી, માર્ક કાર્નેએ તેમના ચૂંટણી વચનોને અનુસરીને ભારત સાથે સંબંધો સુધારવા પર ભાર મૂક્્યો. ૨૯ મેના રોજ જયશંકર અને અનિતા આનંદ વચ્ચેની ટેલિફોનિક વાતચીતને સંબંધો સુધારવામાં એક વળાંક માનવામાં આવ્યો. ત્યારબાદ, જૂનમાં, કેનેડાએ ભારતને ય્૭ સમિટમાં આમંત્રણ આપ્યું. ઓગસ્ટમાં, બંને દેશોએ તેમના ઉચ્ચ કમિશનરોની પુનઃનિમણૂક કરી. સપ્ટેમ્બરમાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વિદેશ કાર્યાલય સ્તરની વાટાઘાટોની બેઠક થઈ.