નગરપાલિકા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાન વધવા લાગ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે એનસીપી (શરદ પવાર જૂથ) મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા સાત વર્ષથી એનસીપી સાથે જોડાયેલા હતા. એનસીપી હવે જયંત પાટીલના સ્થાને સતારાના વરિષ્ઠ મરાઠા નેતા અને પશ્ચિમ મહારાષ્ટ્રના શશિકાંત શિંદેને આ જવાબદારી સોંપે તેવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે એનસીપીમાં પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો છે. જયંત પાટીલે સતત બે ટર્મ અને એક વધારાનો વર્ષ આ પદ સંભાળ્યું છે.ખાસ વાત એ છે કે જયંત પાટીલે ૧૦ જૂને પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જાહેરમાં પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે સમયે, સ્થાનિક પાર્ટી કાર્યકરો ભાવુક થઈ ગયા હતા અને તેમના ભાષણમાં વિક્ષેપ પાડ્યો હતો અને વિરોધ કર્યો હતો. આગામી અઠવાડિયે સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. એનસીપી ૧૫ જુલાઈએ બેઠક કરશે.









































