(એ.આર.એલ),જમ્મુ,તા.૬
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. માનવામાં આવી રહ્યું છે કે, અચ્છેદ ૩૭૦ અને ૩૫ એહટાવ્યા બાદ પહેલી વાર ૧૯ ઓગસ્ટની તરત પછી થવાની સંભાવના છે. વિધાનસભા ચૂંટણી ત્યારે થઈ શકે છે, જ્યારે મહિનાથી ચાલી આવતી અમરનાથ યાત્રા પૂર્ણ થાય. ભાજપે પોતાના ઘોષણાપત્ર પર ચર્ચા કરવાની પણ તૈયારી શરુ કરી દીધી છે. જેમાં પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર પીઓકેને પાછા છીનવી લેવાનો વાયદો કર્યો છે.સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, ચૂંટણી પહેલા કોઈ ગઠબંધન નહીં થાય અને ભાજપ તમામ ૯૦ સીટો પર ચૂંટણી લડશે. પરિસીમન બાદ જમ્મુ કાશ્મીરની કુલ સીટો વધીને ૧૧૪ થઈ ગઈ છે, જેમાં ૨૪ સીટો પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં આવે છે. જા કે, સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપ સમાન વિચારધારાવાળી પાર્ટી સાથે ચૂંટણી બાદ ગઠબંધન માટે ખુલી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ કોઈ મુખ્યમંત્રી પદના ચહેરા સાથે ચૂંટણી નહીં લડે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અથવા રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની માફક મુખ્ય ચહેરો હશે. ભાજપના ટોચના નેતાઓ પોતાના રાજ્ય નેતૃત્વથી ઘોષણાપત્ર પર વિચાર-વિમર્શ શરુ કરવા કહ્યું છે. જેમાં પીઓકેને પાછા લેવાના મુદ્દાના પ્રમુખતાથી સામેલ થવાની સંભાવના છે. ભાજપ પોતાના ઘોષણાપત્રમાં મહારાજા હરિ સિંહની વિરાસતનો પણ ઉપયોગ કરી શકે છે. જે પૂર્વવર્તી રજવાડાના હિન્દુ રાજા હતા, જેમણે ભારતમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો.