જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી ઝડપી બનાવવામાં આવી છે અને ચૂંટણી પંચ સક્રિય થઇ ગયું છે. ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીઓ ની સમીક્ષા ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને રિવિઝન ની કામગીરી શરૂ કરવામાં આવી છે.એમ માનવામાં આવે છે કે નવી મતદાર યાદી નું પ્રથમ પ્રકાશન ૩૧ ઓગષ્ટ સુધીમાં પૂરું કરી લેવામાં આવશે અને આ દરમિયાન મતદારોના વાંધા-વચકા સુધારવામાં આવશે અને યાદીઓમાં સુધારાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.
નવી દિલ્હી ખાતે આ સંબંધમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનર દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક થઇ હતી અને તેમાં મંત્રણા થઈ હતી. અધિકારીઓને કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી હતીચૂંટણીપંચ દ્વારા તૈયારી ને ઝડપી બનાવવામાં આવી છે ત્યારે એમ માનવામાં આવી રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષે ઓક્ટોબર નવેમ્બર માસમાં થઈ શકે છે અને તેની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.
પરિસીન પંચ દ્વારા પણ ગત પાંચમી મેના રોજ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો અનેપરિસીમન ની પ્રક્રિયા પૂરી થયા બાદ હવે વિધાનસભા ક્ષેત્રોની સીમાઓ ના પુનનિધર્રિણ અને મતદાર યાદીઓ ના પ્રકાશન ની પ્રક્રિયાની કામગીરીને ઝડપી બનાવવામાં આવશે અને નિશ્ચિત સમયમયર્દિામાં તેને પૂરી કરવાની ચચર્િ બેઠકમાં થઈ ચૂકી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે કમિશનર દ્વારા જમ્મુ કાશ્મીર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સાથે પણ બેઠક કરી છે અને ચચર્િ મંત્રણા કરી છે અને દરેક કામગીરી ઝડપથી પૂરી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે તેવી સંભાવના વધુ પ્રબળ બનેલી દેખાય છે.