જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મેનોજ સિંહાએ હૈદરપોરામાં બે દિવસ પહેલા થયેલા એન્કાઉન્ટરની મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ આપ્યા છે. હૈદરપોરા એન્કાઉન્ટરના એડીએમે રેન્કના અધિકારીની મેજિસ્ટ્રીયલ તપાસ કરવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું હતું કે સમેયમેર્યાદામાં રિપોર્ટ સબમિટ થતાં જ યોગ્ય પગલાં લેવામાં આવશે.
ગુરુવારે આ આદેશ આપતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર નિર્દોષ નાગરિકોના જીવનની સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે અને કોઈ અન્યાય ન થાય તેની ખાતરી કરશે. સોમેવારે શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની આતંકવાદી, તેના સહયોગી અને બે નાગરિકો- અલ્તાફ અહેમેદ ભટ અને મુદાસિર ગુલ માર્યા ગયા હતા. જ્યાં એન્કાઉન્ટર થયું હતું તે શોપિંગ કોમ્પ્લેક્સના માલિક અલ્તાફ અહેમેદ ભટ હતા, જ્યારે મુદાસિર ગુલ તે બિલ્ડીંગના ભાડૂતોમાંના એક હતા. અલ્તાફ અહેમેદ ભટ અને મુદાસિર ગુલ બંનેના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે અને તેમેના મૃતદેહની માંગણી કરી છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, મુદાસિર ગુલ આતંકવાદીઓનો સક્રિય સહયોગી હતો અને અલ્તાફની માલિકીના કેમ્પસમાં કોલ સેન્ટર ચલાવતો હતો. બીજી તરફ
કાશ્મીર રેંજના પોલીસ મેહાનિરીક્ષક વિજય કુમારે મંગળવારે જણાવ્યું હતું કે અલ્તાફ ભટ આતંકવાદીઓ સાથેના ક્રોસ ફાયરિંગમાં માર્યા ગયા હતા. વિજય કુમારે કહ્યું કે ભટની ગણતરી આતંકવાદીઓના કેમ્પમાં થશે. પરિવારે બંનેને નિર્દોષ જોહેર કર્યા બાદ એલજીએ હૈદરપોરા એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.