જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓથી જોડાયેલ મોટી માહિતી સામે આવી છે.ગુપ્તચર રિપોર્ટ અનુસાર જમ્મુ કાશ્મીરમાં હાલના સમયે ૩૮ પાકિસ્તાની આતંકી હાજર છે.આ આતંકી સુરક્ષા દળોના રડાર પર છે આ આતંકી સુરક્ષા દળોને ચકમો આપપી ઓવર ગ્રાઉડ વર્કરની મદદથી અહી તહી છુપી રહ્યાં છે સુત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં ભરતી થયેલ આતંકીઓનો ઉપયોગ જુના આતંકી કરી રહ્યાં છે.
ગુપ્તચર એજન્સીઓએ ઘાટીમાં આતંકી ઘટનામાં સામેલ પાકિસ્તાની આતંકીઓની યાદી તૈયાર કરી છે ૩૮ આતંકીઓની જે યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ૨૭ લશ્કરના આતંકી છે અને બાકી ૧૧ જૈશ એ મોહમ્મદથી જોડાયેલા છે તેમાંથી ચાર આતંકી શ્રીનગર,ત્રણ કુલગામ,૧૦ પુલવામા,૧૧ બારામુલ્લા અને ૧૧ આતંકી કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં છુપાયેલા હોઇ શકે છે.
પાકિસ્તનની આતંકી જે ઘાટીમાં હાજર છે તે નવા ભારતી હાઇબ્રિડ આતંકીઓને ઉપયોગ સુરક્ષા દળો પર હુમલો કરવામાં,ટારગેટ કિલિંગ અને સિકયુરિટી ઇસ્ટાલેશન પર ગ્રેનેડ હુમલા કરવા જેવી ઘટનાઓને પરિણામ આપી રહ્યાં છે એટલે કે નાના આતંકી અને મોટું કાવતરૂની યોજના પાક ટ્રેડ આતંકી બનાવી રહ્યાં છે.
આજ કારણ છે કે એનઆઇએ,જમ્મુ કાશ્મીર પોલીસ અને આઇબીની ટીમો સતત કાશ્મીરમાં ઓપરેશન કરવામાં લાગી છે એનઆઇએએ અત્યાર સુધી આતંકી ઘટનાઓને પરિણામ આપવાની ફિરાકમાં એલઇટી,જૈશ,એચએમ,એલબદર અને તેનાથી જોડાયેલા ટીઆરએફના ૩૦થી વધુ આતંકીઓ અને તેના સાથીઓની ધરપકડ કરી છે.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોની સતત થઇ રહેલી હત્યાને જોતા કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની પાંચ વધારાની કંપનીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. આથી હવે કુલ ૫૫૦૦ જવાન ઘાટીમાં તહેનાત રહેશે એ યાદ રહે કે જમ્મુ કાશ્મીરમાં ઓકટોબર બાદથી ૧૫ નાગરિકોની હત્યા કરવામાં આવી છે તેમાં કેટલાક બિન કાશ્મીરી યુવક પણ સામેલ છે.