જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાની ૨૬ વિધાનસભા સીટો માટે પ્રચાર ગઇકાલે બંધ થઈ ગયો છે હવે કાશ્મીરના ત્રણ જિલ્લા ગાંદરબલ, શ્રીનગર અને બડગામની ૧૫ બેઠકો અને જમ્મુ, રાજૌરી, રિયાસી અને પૂંચની ૧૧ બેઠકો પર આવતીકાલ ૨૫ સપ્ટેમ્બરે મતદાન થશે
બીજા રાઉન્ડમાં કેન્દ્રશાસિત પ્રદેશની ૨૬ બેઠકો માટે કુલ ૨૩૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં જમ્મુ ક્ષેત્રના રિયાસી, રાજારી અને પૂંચ જિલ્લા તેમજ કાશ્મીર ખીણના શ્રીનગર અને બડગામ જિલ્લામાં મતદાન થવાનું છે.મતદાન માટેની તમામ તૈયારીઓ પુરી કરવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૬૧.૩૮% મતદાન થયું હતું. આ મુજબ પુરૂષ મતદાન ૬૩.૭૫%, †ી મતદાન ૫૮.૯૬%, થર્ડ જેન્ડર મતદાન ૪૦% હતું. પ્રથમ તબક્કામાં દેશના વિવિધ રાજ્યોમાં રહેતા ૩૫ હજારથી વધુ કાશ્મીરી પંડિતોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિસ્થાપિત પંડિતો માટે ૨૪ વિશેષ બૂથ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી જમ્મુમાં ૧૯, દિલ્હીમાં ૪ અને ઉધમપુરમાં એક બૂથ બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી અને અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે.
જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં નાપાક ઈરાદાઓ અને હિંસાને અવગણીને, લોકોએ શાંતિ, સંવાદિતા અને સદ્ભાવના ખાતર, છૂટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું. મતદારોએ મહત્તમ ઉત્સાહ દર્શાવ્યો હતો અને કિશ્તવાડ જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર રેકોર્ડ મતદાન (૮૦.૧૪%) નોંધ્યું હતું. સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જાવા મળી હતી.
પુલવામા જિલ્લાની ચાર બેઠકો પર સૌથી ઓછું મતદાન (૪૬.૬૫%) થયું હતું. જા કે તેમ છતાં છેલ્લી સાત ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ તૂટી ગયો હતો. અનંતનાગની સાત સીટો પર ૫૭.૮૪% મતદાન થયું હતું. ડોડા જિલ્લાની ત્રણ બેઠકો પર ૭૧.૩૪%, કુલગામની ત્રણ બેઠકો પર ૬૨.૪૬%, રામબનની બે બેઠકો પર ૭૦.૫૫%, શોપિયાંની બે બેઠકો પર ૫૫.૯૬% મતદાન થયું
આભાર – નિહારીકા રવિયા હતું. ૨૦૧૪ની સરખામણીમાં કાશ્મીરના ચાર જિલ્લામાં ૨.૫૦%નો વધારો થયો હતો જ્યારે જમ્મુ વિભાગમાં ૦.૩૫% ઓછા મતો હતા. ખાસ વાત એ છે કે કાશ્મીરમાં જમાત પ્રભાવિત પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લામાં મતદાનની ટકાવારી વધી છે, જ્યારે પીડીપીના ગઢ અનંતનાગમાં મતદાનની ટકાવારી ઘટી છે.