જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થયું ં છે. લોકશાહીના આ મહાન પર્વમાં સાત જિલ્લાની ૨૪ વિધાનસભા બેઠકો માટે આજે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું જે સાંજે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું જે મતદાન મથકો પર છેલ્લી ઘડી સુધી પણ મતદારોની કતારો હોય ત્યાં મતદાનનો સમય લંબાવાયો હતો કાશ્મીર વિભાગની ૧૬ વિધાનસભા બેઠકો અને જમ્મુ વિભાગની ૮ વિધાનસભા બેઠકો પર આજે સરેરાશ ૬૩ ટકા મતદાન થયું છે મતદારોએ ૨૧૯ ઉમેદવારોનું ભાવિ ઇવીસીએમમાં સીલ કર્યું હતું રાજ્યમાં ૩૨૭૬ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું
કાશ્મીર વિભાગના અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ, જમ્મુ વિભાગના ડોડા, રામબન અને કિશ્તવાડ જિલ્લામાં મતદાન થશે. પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, ઝૈનાપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ , અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહારા, શાંગસ-અનંતનાગ પૂર્વ, જમ્મુ વિભાગમાં પહેલગામ અને જમ્મુ વિભાગમાં ઈન્દરવાલ. કાશ્મીર વિભાગમાં કિશ્તવાડ, પાદર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલમાં મતદાન થયું છે.
કલમ ૩૭૦ હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભા માટે મતદાન થયુંં છે. જમ્મુ-કાશ્મીરમાં લોકો ચૂંટણીનું નામ સાંભળતા જ ડરી જતા હતા અને ઘરની બહાર ન નીકળતા હતા. નવા જમ્મુ-કાશ્મીરમાં પણ સવારથી જ મતદારોની લાંબી કતારો જાવા મળી રહી છે. અનંતનાગ હોય કે ડોડા, કિશ્તવાડ હોય કે શોપિયાં, દરેક જગ્યાએ મતદારો મોટી સંખ્યામાં જાવા મળી રહ્યા છે. સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકો પર પહોંચીને મતદાન કર્યું છે. શોપિયાંમાં સવારથી જ લાંબી કતારો જાવા મળી હતી શોપિયાં જિલ્લામાં બે વિધાનસભા બેઠકો પર મતદાન થયુંં છે.
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ વિધાનસભા ચૂંટણી માટે થયેલ મતદાન પર ખુશી વ્યક્ત કરી છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે ૧૦ વર્ષથી આ દિવસની રાહ જાઈ રહ્યા હતા. કાશ્મીર ઘાટીમાં આજે જે ૧૬ બેઠકો પર મતદાન થયું છે તેમાં મોટી સંખ્યામાં કાશ્મીરી હિન્દુ મતદારો હતાં જેઓ કાશ્મીર ખીણ છોડીને જમ્મુના જગતી વિસ્તારમાં સ્થાયી થયા હતા. આ માટે ખાસ જાગવાઈ કરવામાં આવી હતી.ચૂંટણી પંચે કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ માટે ખાસ મતદાન મથકો બનાવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં કાશ્મીરી સ્થળાંતરીઓ તેમના મત આપવા આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. કિશ્તવાડમાં ૬૨ ટકાથી વધુ મતદાન થયું હતું. કાશ્મીરી હિંદુઓ પણ મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. શ્રીનગરની હબ્બા કદલ સીટ, જ્યાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, તે એક સમયે કાશ્મીરી પંડિતોનો ગઢ હતી, પરંતુ ૧૯૯૦ પછી અહીંનું ચિત્ર થોડું બદલાઈ ગયું છે. ઝેલમ નદીના કિનારે આવેલ શ્રીનગરનો ડાઉનટાઉન વિસ્તાર હબ્બા કદલ તરીકે ઓળખાય છે. ૨૦૧૯ પહેલા તે પથ્થરબાજી અને હિંસાનું કેન્દ્ર હતું, પરંતુ કલમ ૩૭૦ હટાવ્યા બાદ હવે અહીં શાંતિ છે. અહીં ૨૫ સપ્ટેમ્બરે એટલે કે બીજા તબક્કામાં મતદાન થવાનું છે જેના માટે ૧૬ ઉમેદવારો મેદાનમાં છે.