(એ.આર.એલ),જમ્મુ,તા.૧૦
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે રાજ્યમાં કલમ ૩૭૦ પુનઃસ્થાપિત
કરવામાં આવશે, ભલે તેમાં ઘણા વર્ષો લાગી જાય. આ જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે જ્યારે ભાજપ સત્તામાં છે ત્યારે કલમ ૩૭૦ ક્યારેય પાછી નહીં આવે.
અબ્દુલ્લાએ બારામુલ્લામાં કહ્યું કે હું તેમને પૂછવા માંગુ છું કે તેમને (ભાજપ) તેને રદ કરવામાં કેટલા વર્ષ લાગ્યા? તેને પુનઃસ્થાપિત કરવામાં અમને ઘણા વર્ષો લાગી શકે છે, પરંતુ અમે ચોક્કસપણે તેને પુનઃસ્થાપિત કરીશું. આ સમગ્ર જમ્મુ-કાશ્મીરનો અવાજ છે, આ લોકોનો અવાજ છે.
તાજેતરના આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કરતા અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપે દાવો કર્યો હતો કે કલમ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનું મૂળ કારણ છે, પરંતુ તેને નાબૂદ કર્યા પછી પણ હુમલા થઈ રહ્યા છે. મારે તેમને પૂછવું છે કે આ આતંકવાદ ક્યાંથી આવી રહ્યો છે? જમ્મુ-કાશ્મીરમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે નવી દિલ્હી જવાબદાર છે.
કોંગ્રેસના નેતા વિકાર રસૂલ વાનીની ટિપ્પણી કે નેશનલ કોન્ફરન્સે લોકોનું લોહી ચૂસ્યું છે. તેના પર અબ્દુલ્લાએ કહ્યું કે તેનાથી ગઠબંધન પર કોઈ અસર નહીં થાય. અબ્દુલ્લાની પાર્ટી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ચૂંટણી પહેલા ગઠબંધનમાં છે. તેમને જે જાઈએ તે કહેવા દો. હું કોઈને રોકી શકતો નથી. પરંતુ તેમની પાર્ટી અમારી સાથે છે.