બંધારણમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવા પર ભારે આતશબાજી થઇ હતી દેશ દુનિયામાં ચર્ચામાં રહેલ બંધારણથી હટાવવામાં આવેલ આ બંન્ને કલમોના નામથી હવે દિવાળી માટે બજોરોમાં ફટાકડા આવી ગયા છે.બૂમ-૩૭૦ આકાશમાં સાત રંગોની આતશબાજી કરનાર ઇકો ફ્રેડલી ફટાકડા છે.જયારે ૩૫-એ અઢી ફુટ લાંબી ફુલઝડી છે ફુલઝડીને પણ ઇકો ફ્રેડલી બનાવવામાં આવી છે જેથી પ્રદુષણ થાય નહીં. બંન્ને જ ફટાકડાનો દિવાળી પર આતશબાજીના શોખીનો ખુબ આનંદ ઉઠાવી રહ્યાં છે.
બૂમ ૩૭૦ની વિશેષતા એ છે કે તે પ્રદુષિત રહિત છે ફટાકડાના એક પ્રકારથી બોંબ જરૂર છે પરંતુ તેનો અવાજ બીજો બોંબ કે અન્ય બોંબથી અલગ રહે છે સામાન્ય રીતે બીજો બોંબ તેજ અવાજ કરે છે આથી સમગ્ર વાતાવરણમાં એક પ્રકારનો અવાજ ઉઠે છે પરંતુ બૂમ ૩૭૦ના વિસ્ફોટનો અવાજ લોકોને સુખદ અહેસાસ કરાવશે તેના ફુંટવાથી આસમાન માં સાત રંગની રોશની વિખેરાય છે અને તેનો અવાજ પણ કાનમાં ઓછો ગુંજે છે. બૂમ ૩૭૦ના એક પેકેટની અંદર પાંચ બોંબ આવે છે જે દરેક સાત સેકેડ બાદ ક્રમવાર ફુટે છે
જયારે ૩૫-એ નામની ફુલઝડી અન્ય ફુલઝડીથી અલગ છે.સામાન્ય ફુલઝડી સગતી વખતે સફેદ રંગની રોશની આપે છે અઢી ફુટ લાંબી આ ફુલઝડી સળગે એટલે સામાન્ય પીળા રંગનો પ્રકાશ ફેલાવે છે.તેને સળગાવવાની પ્રક્રિયા પણ ખુબ ધીમી ગતિની છે આ ફુલઝડીથી પ્રદુષણ પણ ફેલાતુ નથી
ફટાકડાના વેપારીઓનું કહેવુ છે કે બુમ ૩૭૦ અને ૩૫-એ ફટાકડા જમ્મુ કાશ્મીરને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે ફટાકડા બનાવનારી ફેકટરીઓના સંચાલકોના જણાવ્યા અનુસાર આ ફટાકડાથી પ્રદુષણ ફેલાતુ નથી અને ઝાડ વૃક્ષ પક્ષીઓને પણ કોઇ પ્રકારનું નુકસાન પહોંચતુ નથી