જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા સામે સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. અધિકારીઓએ મંગળવારે આ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, એક વીડિયો સામે આવ્યા બાદ વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય વિક્રમ રંધાવા સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પક્ષના જમ્મુ-કાશ્મીર એકમે રંધાવાના વીડિયોની નોંધ લીધી હતી અને સોમવારે તેમને કારણદર્શક નોટિસ જોરી કરીને ૪૮ કલાકની અંદર પોતાનો બચાવ કરવા અને જોહેરમાં માફી માંગવા જણાવ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘રંધાવા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૫-એ અને ૫૦૫(૨) હેઠળ એફઆઈઆર અહીં એક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.’ રંધાવા પર દુબઈમાં ટી-૨૦ ક્રિકેટ વર્લ્‌ડ કપમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાનની જીત બાદ ઉજવણી અંગે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. ભાજપ દ્વારા રંધાવાને કારણ દર્શક નોટિસ જોરી કરવામાં આવી હતી. સુનીલ સેઠીની અધ્યક્ષતાવાળી ભાજપ શિસ્ત સમિતિએ તેમને ૪૮ કલાકની અંદર તેમની સ્થિતી સ્પષ્ટ કરવા જણાવ્યું છે.રંધાવા સામે શિસ્તભંગની કાર્યવાહીનો આદેશ આપનાર પક્ષના જમ્મુ-કાશ્મીર એકમના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું હતું કે, રંધાવાની આ ટિપ્પણીથી તેઓ વ્યક્તિગત રીતે દુઃખી છે.
તેમણે કહ્યું કે તેમની ટિપ્પણી પક્ષના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે, કારણ કે તે તમામ ધર્મો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના નારાનું સન્માન કરવામાં માને છે.
સુનીલ સેઠી દ્વારા નોટિસમાં વાંચવામાં આવ્યું હતું કે, “સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં તમે ચોક્કસ સમુદાય સામે ટિપ્પણીને પ્રોત્સાહન આપતા એકદમ અવિચારી અને નફરત કરતા જોવા મળે છે. આ પક્ષ માટે અસ્વીકાર્ય છે અને પાર્ટીને વિક્ષેપિત અને શરમજનક બનાવવા માટે લાવ્યા છે. આવા પ્રકારના વર્તનથી પક્ષની જોહેર છબીમાં ગાબડું પડવાની સંભાવના છે. એક વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાશાસ્ત્રી તરીકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે તમારી જોતને જોહેરમાં એવી રીતે વર્તશો જે પક્ષના સિદ્ધાંતો મુજબ હોય.”