વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુની મુલાકાત લેવા માટે રૂ. ૩૨,૦૦૦ કરોડથી વધુની વિકાસ પહેલની શ્રેણીનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે. આ પ્રોજેક્ટ શિક્ષણ, રેલ્વે, ઉડ્ડયન અને રસ્તા જેવા વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે. મળતી માહિતી અનુસાર, આ પ્રયાસોમાં આરોગ્ય, શિક્ષણ, પરિવહન, પેટ્રોલિયમ અને નાગરિક માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વધુમાં, આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન જમ્મુ અને કાશ્મીરમાંથી આશરે ૧૫૦૦ નવા ભરતી થયેલા સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રો આપશે. વધુમાં, તે ‘વિકિસીત ભારત વિકસીત જમ્મુ’ કાર્યક્રમના ભાગરૂપે અનેક સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે જાડાશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે વિકસીત જમ્મુ અને કાશ્મીરનો ‘સંકલપ’ લીધો છે. મને તમારામાં પૂરો વિશ્વાસ છે અને હું જાણું છું કે, અમે જમ્મુ-કાશ્મીરને ‘વિકસીત’ બનાવીશું. છેલ્લા ૭૦ વર્ષથી તમારા સપના અધૂરા રહ્યાં. જા કે, મોદી આગામી કેટલાક વર્ષોમાં તમારા સપના પૂરા કરશે. હેલા જમ્મુ-કાશ્મીરમાંથી બોમ્બ, અપહરણ અને અલગ થવાના માત્ર નિરાશાજનક સમાચાર આવતા હતા, પરંતુ હવે જમ્મુ-કાશ્મીર વિકાસ કરી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે.પીએમ મોદી જમ્મુ મુલાકાતઃ વિકસિત ભારત એટલે વિકસિત જમ્મુ અને કાશ્મીર બનાવીશું.
પીએમ મોદીએ જમ્મુમાં સભાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં સ્થપાયેલી શાળાઓ, કોલેજા, યુનિવર્સિટીઓની વિક્રમી સંખ્યા, એકલા જમ્મુ-કાશ્મીરમાં ૫૦ નવી ડિગ્રી કોલેજાની સ્થાપના થઈ છે. જમ્મુ અને કાશ્મીરને દાયકાઓ સુધી વંશવાદી રાજકારણનો માર સહન કરવો પડ્યો હતો. તેઓ ફક્ત તેમના પરિવારોની ચિંતા કરે છે, તમારા હિતોની, તમારા પરિવારોની નહીં, હું ખુશ છું કે, જમ્મુ અને કાશ્મીર આ વંશવાદી રાજકારણમાંથી મુક્ત થઈ રહ્યું છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે મેં બધાને કહ્યું છે કે ભાજપને ૩૭૦ સીટો મળશે અને એનડીએ ૪૦૦થી વધુ સીટો મેળવશે. નરેન્દ્ર મોદીએ ખીણમાં પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન અને સંગલદાન સ્ટેશન અને બારામુલ્લા સ્ટેશન વચ્ચેની ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી.