જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સત્રમાં પૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષી ધારાસભ્યોએ હંગામો મચાવ્યો. ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ ગૃહની અંદર સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો, કાર્યવાહી ખોરવી નાખી.જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સત્ર અંગે, ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે કહ્યું, “અમે જાહેર મુદ્દાઓ ઉઠાવવાનો અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નેશનલ કોન્ફરન્સ ન તો તેમને સાંભળવા માંગે છે કે ન તો તેમને ઉકેલવા માંગે છે. જા મુદ્દાઓ ઉકેલાય નહીં, તો તે નેશનલ કોન્ફરન્સ સરકારની નિષ્ફળતા છે.”અગાઉ, બુધવારે, વિધાનસભાની કાર્યવાહીના ચોથા દિવસે, “હિન્દુ રાષ્ટÙવાદી” શબ્દ પર ભારે હોબાળો મચી ગયો. ચર્ચા કિશ્તવાડના યુવા ભાજપ ધારાસભ્ય શગુન પરિહારથી શરૂ થઈ. તેમણે ઉમર સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કિશ્તવાડના કેટલાક વિસ્તારોને ફક્ત એટલા માટે અવગણવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં રાષ્ટÙવાદી હિન્દુઓ રહે છે. શૂન્ય કલાક દરમિયાન તેમની ટિપ્પણીથી ગૃહમાં રાજકીય તોફાન મચી ગયું. શાસક નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો એક સાથે ઉભા થયા અને શગુનના નિવેદનને સાંપ્રદાયિક ગણાવવા લાગ્યા. કોંગ્રેસ પણ આ મુદ્દા પર નેશનલ કોન્ફરન્સ સાથે ઉભી દેખાઈ.