ઓગસ્ટ ૨૦૧૯ માં કલમ ૩૭૦ રદ થયા પછી, ૬૩૧ બહારના લોકોએ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી છે. આ વ્યવહારોનું કુલ મૂલ્ય ૧૩૦ કરોડથી વધુ છે. ધારાસભ્ય શેખ એહસાન અહેમદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી હતી.જવાબ મુજબ, ૩૭૮ બહારના લોકોએ જમ્મુ વિભાગમાં ૨૧૨ કનાલ જમીન ખરીદી હતી, જેની કિંમત આશરે ૯૦.૪૮ કરોડ હતી. કાશ્મીર વિભાગમાં, ૨૫૩ બહારના લોકોએ આશરે ૧૭૩ કનાલ જમીન ખરીદી હતી, જેની કિંમત આશરે ?૩૯.૪૯ કરોડ હતી.સરકારના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ ૨૦૧૯ માં બંધારણીય ફેરફારો બાદ, બહારના લોકોને જમ્મુ અને કાશ્મીરમાં મિલકત ખરીદવાનો  અધિકાર પણ મળ્યો. ત્યારથી, બિન-નિવાસીઓ વિવિધ જિલ્લાઓમાં વાણિÂજ્યક અને રહેણાંક હેતુઓ માટે જમીન ખરીદી રહ્યા છે.