જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ થતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટના સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
તેઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને મંદિરને નિશાન બનાવનારાઓ સામે કાર્યવાહીની માંગ કરી. વાસુકી નાગ મંદિર ભાદરવાહને ભદ્રકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તોડફોડ રવિવારે મોડી રાત્રે અથવા સોમવારે વહેલી સવારે થઈ હતી.
જમ્મુમાં છેલ્લા ઘણા દિવસોથી હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે વાસુકી નાગ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે પૂજોરી જ્યારે મંદિર પહોંચ્યા તો ત્યાંની સ્થિતતિ જોઈને તેઓ દંગ રહી ગયા. મંદિરમાં બહારથી અંદર સુધી તોડફોડ કરવામાં આવી હતી.
મંદિરના દરવાજો અને બારીઓ તૂટી ગયા હતા. મંદિરની અંદરની મૂર્તિ પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. પૂજોરીએ વિસ્તારના લોકો અને પોલીસને જોણ કરી. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિર પર થયેલા હુમલાને લઈને લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા લાગ્યા. કહેવામાં આવી રહ્યું છે કે મૂર્તિઓ પર પથ્થરમારો થવાથી ખંડીત થઇ ગઇ છે. શિલ્પો પણ તૂટી ગયા છે. લોકોએ કહ્યું કે આ મંદિર પ્રાચીન છે અને તેઓને તેમાં આસ્થા છે. મંદિરમાં તોડફોડ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.