ગુજરાત નિરંતર ઔદ્યોગિક અને ખેતીની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં આધુનિક ખેતી અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. જેથી રોજગારી અને વિકાસની તકો ઝડપથી વધી છે. ભૂતકાળમાં પરિવારમાં ભાઈઓ-કુંટુંબીઓ વચ્ચે જમીન વહેંચણીઓ થતી હતી અને નોંધ પાડવામાં આવતી હતી જ્યારે ખેડૂત ખાતેદારના દાખલાની પ્રથા અમલી બનતા સીધી લીટીનાં વારસદારોને જ દાખલા મળતા હતા જેના હિસાબે અનેક પ્રશ્નો ઉપસ્થિતિ થતા હતા જે બાબતની રજૂઆત ગુજરાતનાં ખેડૂતો અને ગુજરાત ભાજપ કિસાન મોરચા દ્વારા કરવામાં આવતી હતી જેનું સુઃખદ નિરાકરણ આવ્યું છે. સુશાસનના સફળ ૩ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રવેશના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે કલ્યાણકારી નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહી સરળ કરાશે. જેના હિસાબે ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં ૬ એપ્રિલ ૧૯૯૫થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે. લેન્ડ રેકર્ડ ડિજિટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયાને વેગ આપતા જનહિતકારી નિર્ણયોને ગુજરાત ભાજપનાં કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરાએ આવકાર્યો છે.