મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી વળતર માટે ખોટા દસ્તાવેજા તૈયાર કરવા મામલે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય નવ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ સિદ્ધારમૈયા, તેમની પત્ની પાર્વતી, સાળા મલ્લિકાર્જુન સ્વામી, જમીનદાર દેવરાજ અને અન્ય છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં ડેપ્યુટી કમિશનર, મામલતદાર, ડેપ્યુટી રજીસ્ટ્રાર અને સ્ેંડ્ઢછ અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ છે. પોલીસ ફરિયાદ ઉપરાંત, કૃષ્ણાએ કર્ણાટકના રાજ્યપાલ, રાજ્યના મુખ્ય સચિવ અને મહેસૂલ વિભાગના મુખ્ય સચિવને પણ પત્ર લખીને ગેરરીતિઓની તપાસની માંગ કરી છે.
એવો આરોપ છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમની પત્ની અને સંબંધીઓએ એમયુડીએ અધિકારીઓ સાથે મળીને ૫૦ઃ૫૦ સાઇટ વિતરણ યોજના હેઠળ છેતરપિંડીથી મોંઘી સાઇટ્સ પોતાના નામે કરવા માટે ખોટા દસ્તાવેજા તૈયાર કર્યા હતા.
આ યોજના કર્ણાટકમાં અગાઉની ભાજપ અને વર્તમાન કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવી હતી. જમીન ફાળવણીનો વિવાદ એટલા માટે ચર્ચામાં છે કારણ કે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની પત્ની ૨૦૨૧માં આ એમયુડીએ યોજનામાં લાભાર્થી હતા. ખરેખરમાં, આ યોજના હેઠળ, મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કોઈપણ જમીન પર રહેણાંક લેઆઉટ વિકસાવવા માટે જમીન સંપાદન કરી શકશે. સંપાદનના બદલામાં, જમીન માલિકોને વિકસિત સ્થાન પર ૫૦% જમીન આપવામાં આવશે. પરંતુ આ સ્કીમ પર વધી રહેલા વિવાદને કારણે ૨૦૨૩માં શહેરી વિકાસ મંત્રી બૈરાઠી સુરેશ દ્વારા તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.
કેન્દ્રમાં બીજેપીના સાથી જનતા દળ સેક્યુલરના નેતા કેન્દ્રીય મંત્રી કુમારસ્વામીએ દાવો કર્યો છે કે મૈસુરમાં વૈકÂલ્પક જમીન ફાળવણી યોજના અંગેનો વિવાદ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે કોંગ્રેસ પક્ષમાં મુખ્યમંત્રી પદ માટેના ઝઘડાનું પરિણામ છે. . જમીન ફાળવણી કૌભાંડનો ખુલાસો એક આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ૫૦ઃ૫૦ યોજના તરીકે ઓળખાતી સ્કીમ હેઠળ ૬,૦૦૦ થી વધુ સાઇટ્સ ફાળવવામાં આવી છે.
આ યોજના હેઠળ, જમીન માલિકો કે જેમની જમીન એમયુડીએ દ્વારા સંપાદિત કરવામાં આવી છે તેમને વળતર તરીકે ઊંચી કિંમતની વૈકલ્પિક જગ્યાઓ ફાળવવામાં આવે છે. એવા આક્ષેપો છે કે મૈસૂરમાં જે લોકોએ તેમની જમીન ગુમાવી હતી તેમને પણ આ યોજના હેઠળ વધુ કિંમતની વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવી હતી. ૫ જુલાઈના રોજ, એÂક્ટવિસ્ટ કુરુબરા શાંથકુમારે રાજ્યપાલને એક પત્ર લખીને જણાવ્યું હતું કે મૈસુરના ડેપ્યુટી કમિશનરે ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૯ નવેમ્બર ૨૦૨૩ વચ્ચે એમયુડીએને ૧૭ પત્રો લખ્યો છે અને ૨૭ નવેમ્બરે શહેરી વિકાસ સત્તામંડળ, કર્ણાટક સરકારને ૫૦ઃ૫૦ કૌભાંડ અને એમયુડીએ કમિશનર સામે તપાસ કરવા માટે લખ્યું હતું. આમ છતાં એમયુડીએ કમિશનરે કાયદાનો ડર રાખ્યા વગર હજારો જગ્યાઓ ફાળવી દીધી. આવી સ્થિતિમાં ભાજપ હવે આ કથિત કૌભાંડ મામલે વર્તમાન કર્ણાટક સરકાર પર પ્રહારો કરી રહી છે.