લીલીયાના ક્રાંકચ ગામે જમીનનો ભાગ આપી દો નહીં તો તમો બન્ને મા-દીકરાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ભાવનાબેન હસુગીરી ગોસાઈ (ઉ.વ.૪૮)એ ભાવેશગીરી હસુગીરી ગોસાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી દારૂ પી’ અને ઝઘડો કરવાની ટેવવાળો હતો. જેથી અવારનવાર દારૂ પી તેમની સાથે તથા તેના દીકરા તેમજ આસપાસના માણસો સાથે બોલાચાલી કરી ઝઘડો તકરાર કરતો હતો. તા.૦૭/૦૬/૨૦૨૫ ના સવારના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં તેમની પાસે જમીનનો ભાગ માગી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમજ એક લાફો માર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર મારી, ગાળો આપી અને જમીનનો ભાગ આપી દો નહીં તો તમો બન્ને મા-દીકરાને જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.









































