જૂની અદાવત મનમાં રાખીને હુમલો થયો હોવાની વાત સામે આવી

વેરાવળના ડારી ગામે પિતા અને પુત્ર પર છરી વડે હુમલો થતા હાહાકાર મચી ગયો હતો, જમીનને લઈ આ હુમલો થયો હોવાની વાત પ્રાથમિક રીતે સામે આવી છે. માથા અને હાથના ભાગે પિતા-પુત્રને ઈજા થતા તાત્કાલિક સારવાર હેઠળ હોÂસ્પટલ ખસેડાયા હતા. હુમલો કરી હુમલાખોર ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બપોરના સમયે પિતા-પુત્ર ઘરે બેઠા હતા તે સમયે અચાનક બહારથી ટોળુ ધસી આવ્યું અને પિતા-પુત્રને માર મારી ફરાર થઈ ગયું હતુ.કોણે હુમલો કર્યો તેની હાલ માહિતી સામે આવી નથી, પરંતુ ઈજાગ્રસ્તોનું કહેવું છે કે, જમીનની એક માથાકૂટ ચાલી રહી છે અને તે માથાકૂટમાં આ હુમલો થયો છે, અજાણ્યા શખ્સો હતા કે જે હુમલો કરીને ફરાર થઈ ગયા છે, પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી હુમલાખોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.