ટીવી ઈન્ડસ્ટ્રીના રામ-સીતા તરીકે ઓળખાતા સ્ટાર કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ પહેલીવાર પોતાના ફેન્સ અને ફોલોઅર્સને દીકરી લિયાના ચૌધરીની ઝલક બતાવી છે. ઉલ્લેખનીય છે કે ૩ મહિના પહેલા તેમની દીકરીનો જન્મ થયો હતો. અત્યાર સુધી તેમણે દીકરીનો ચહેરો છુપાવીને રાખ્યો હતો પરંતુ આજે તેમણે પોસ્ટ શેર કરીને તસવીર બતાવી છે. તસવીરમાં જાઈ શકાય છે કે દેબિના અને ગુરમીતે દીકરીને ખોળામાં રાખી છે અને બન્ને તેના પર વ્હાલ વરસાવી રહ્યા છે. આજે તેમની દીકરી ૩ મહિનાની થઈ છે. ૩ એપ્રિલ, ૨૦૨૨ના રોજ લિયાનાનો જન્મ થયો હતો. દેબિના બેનર્જીએ શેર કરેલી તસવીરમાં જાઈ શકાય છે કે, અભિનેત્રીએ લિયાનાને હાથમાં લીધી છે. પતિ-પત્ની પોતાની રાજકુમારીને માથા પર કિસ કરી રહ્યા છે અને તેમની આંખો બંધ છે. લિયાના અત્યંત ક્યુટ લાગી રહી છે. તેણે માથા પર ટિયારા પહેર્યું છે અને સફેદ રંગના આઉટફિટમાં તે જણાઈ રહી છે. ગુરમીતે સફેદ શર્ટ પહેરી છે જ્યારે દેબિનાએ રેડ ડ્રેસ પહેરી છે. આ તસવીરની સાથે દેબિનાએ ઘણું સારું કેપ્શન પણ લખ્યું છે. દેબિનાએ લખ્યું છે કે, અમારા હૃદય એક થઈ ગયા છે, લિયાનાના સ્વરુપમાં. અમે ઘણાં જ ખુશ અને સંતુષ્ટ છીએ. અમે એવા સુંદર સમાજનો ભાગ છીએ જે ખૂબ જ વાસ્તવિક છે. જેમણે મારી દીકરી માટે પ્રાર્થના કરી અને તેનો ચહેરો જાવા માટે આટલા લાંબા સમય સુધી રાહ જાઈ. આ પોસ્ટ પર ફેન્સ પણ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. દેબિનાની ખાસ મિત્ર મુનમુન દત્તાએ પણ કમેન્ટ કરી છે. આ સિવાય માનસી જાશી, કરણ સિંહ છાબરા, રુસલાન મુમતાઝ, કિશ્વર મર્ચન્ટે પણ પ્રેમ વરસાવ્યો છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં ગુરમીત અને દેબિનાએ વીડિયો શેર કરીને દીકરીના જન્મની જાણકારી આપી હતી. જન્મના થોડા દિવસો પછી કપલે દીકરીનું નામ શેર કર્યુ હતું. તેમણે દીકરીનું નામ લિયાના રાખ્યું છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૧માં ગુરમીત અને દેબિનાએ લગ્ન કર્યા હતા.