કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જનધન ખાતાઓમાં બહુ મોટી ગરબડનો આરોપ લગાવ્યો છે. તેમનુ કહેવુ છે કે બિટકાઈન કૌભાંડના આરોપીઓએ જનધન ખાતાઓને હેક કર્યા છે અને દરેક ખાતામાંથી ૨ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ હિસાબે કૌભાંડની કુલ રકમ ૬૦૦૦ કરોડ રૂપિયા છે. કુમારસ્વામીએ કહ્યુ છે, ‘મને જણાવવામાં આવ્યુ છે કે જન ધન ખાતાઓનુ હેકિંગ થયુ. દરેક અકાઉન્ટમાંથી ૨ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, મને ખબર નથી આમાં કેટલી સચ્ચાઈ છે પરંતુ આ સાચુ હોય તો લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયાની હેરાફેરી આ અકાઉન્ટમાંથી કરવામાં આવી છે.
કુમારસ્વામીએ ભાજપની સરકાર પર આ હેરાફેરીને છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે ભાજપ સરકાર આ ગરબડને કવર અપ કરવાની કોશિશમાં છે. બિટકાઈન એક ક્રિપ્ટો કરન્સી છે જેને ભારત સહિત ઘણા દેશોમાં હજુ કાનૂની માન્યતા મળી નથી પરંતુ તેમછતાં આ કરન્સીનો ધંધો જોરદાર થઈ રહ્યો છે. જો કે, કર્ણાટકમાં પ્રકાશમાં આવેલ બિટકાઈન કૌભાંડે રાજ્યને સરકારને ચોંકાવી દીધી છે. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે આ કૌભાંડમાં ઘણી પ્રભાવશાળી નેતાઓ શામેલ છે. ૯ કરોડના બિટકાઈન સાથે પકડાયો વ્યક્તિ તમને જણાવી દઈએ કે શહેરના એક હેકર શ્રી કૃષ્ણ ઉર્ફે શ્રીકીને ૯ કરોડ રૂપિયાના બિટકાઈન સાથે પકડવામાં આવ્યો હતો. શ્રીકૃષ્ણ પર સરકારી પોર્ટલોને હેક કરવા, ડાર્ક નેટના માધ્યમથી ડ્‌ર્ગ્સનુ સો‹સગ કરવા અને ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી આના માટે ચૂકવણી કરવાનો પણ આરોપ લાગ્યો છે. કર્ણાટકમાં બિટકાઈન કૌભાંડને લઈને કોંગ્રેસ પાર્ટી સતત ભાજપ પર હુમલા કરી રહી છે. કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેનુ કહેવુ છે કે બિટકાઈન કૌભાંડના કારણે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પોતાનુ પદ ગુમાવી બેસશે. ભાજપ સરકાર આ વખતે પણ ત્રીજો મુખ્યમંત્રીને જોશે જેવુ ૨૦૦૮-૧૩માં જોવામાં આવ્યુ
હતુ.