(એ.આર.એલ),પટણા,તા.૯
પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ફરી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે. આ વખતે તેમણે શાકભાજીના ભાવ જણાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે પૂછ્યું કે શું કોઈ એક એવી શાકભાજીનું નામ આપી શકે છે જે ૪૫ રૂપિયા પ્રતિ કિલોથી ઓછી હોય? બટાટા, ડુંગળી, ટામેટા, ભીંડા, લીલા મરચા, કોબી, આદુ, કેપ્સીકમ, ગોળ, રીંગણ, કોથમીર, લસણ વગેરેના ભાવ આસમાને છે. શાકભાજી અને ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે દાળ, ચોખા, મીઠું, તેલ, ઘી વગેરેના ભાવમાં થયેલા જંગી વધારાએ સામાન્ય માણસનું સમગ્ર રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. ગરીબ માણસનું જીવન મુશ્કેલ બની ગયું છે. લોકોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે.તેજસ્વી યાદવે કહ્યું કે પટનામાં બટાટા ૪૫-૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. સરકારી અધિકારીઓ મોંઘવારી પર બોલવા તૈયાર નથી? જનતા મોંઘવારીની ચક્કી પીસી રહી છે, તો પછી ડબલએન્જનવાળી સરકારનો હેતુ શું? આ સરકાર પ્રાયોજિત મોંઘવારીનો લાભ ન તો ખેડૂતોને છે કે ન તો સામાન્ય માણસને. વચેટિયાઓને ફાયદો પહોંચાડવા માટે સરકારે ખાદ્ય ચીજાના ભાવમાં વધારો કર્યો છે.આ પહેલા તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર એમ કહીને પ્રહારો કર્યા હતા કે બિહારમાં દરરોજ પુલ પડી રહ્યા છે, પેપર લીક થઈ રહ્યા છે, કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થતિને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. મોંઘવારી, ગુનાખોરી, ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારી બેફામ રીતે વધી રહી છે. બિહાર માટે કંઈ જ સકારાત્મક નથી થઈ રહ્યું અને સરકારમાં કોઈ તેની ચર્ચા પણ નથી કરી રહ્યું. બિહારમાં જે કંઈ છે તે પણ ભ્રષ્ટાચારનો શિકાર થઈ રહ્યું છે. આ ડબલ એન્જન સરકાર શેના માટે છે?