(એ.આર.એલ),પટણા,તા.૧૪
બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટÙીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે અહીં એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરવા બદલ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર કટાક્ષ કરતાં કહ્યું કે જનતા દળ યુનાઇટેડ પ્રમુખ આ દિવસોમાં દરેકના પગે પડી રહ્યા છે. દરભંગામાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ નીતિશે વડા પ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરવા માટે નીચે ઝૂકી ગયા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, નીતિશ વડાપ્રધાન મોદીના પગને સ્પર્શ કરવા માટે નીચે ઝૂકે છે અને પછી મોદી મુખ્યમંત્રીને તેમના ખભાથી પકડીને તેમની ખુરશી પર બેસાડતા જાવા મળે છે. જ્યારે તેજસ્વી યાદવે આ ઘટના વિશે પૂછ્યું ત્યારે તેમણે ટોણો માર્યો કે આમાં અસામાન્ય શું છે, તે (મુખ્યમંત્રી) હાલના દિવસોમાં દરેકના પગે પડી રહ્યા છે. આરજેડી નેતાએ આરોપ લગાવ્યો કે તેમણે (નીતીશે) તેમની સરકારના અધિકારીઓ સાથે પણ આવું કર્યું.
તમને જણાવી દઈએ કે દરભંગાના શોભનમાં દરભંગા એમ્સના શિલાન્યાસ સમારોહ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાનું સંબોધન પૂરું કરીને પાછા પોતાના સ્થાને જઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે નીચે ઝૂકીને પીએમ મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે પીએમ મોદીએ તરત જ તેમને પગ સ્પર્શ કરતા રોક્યા હતા. આ દરમિયાન પીએમ મોદી પણ નીતિશ કુમારના આ વર્તનથી આશ્ચર્યચકિત થયા હતા.
દરભંગામાં જનમેદનીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રમાં મારી સરકાર અને બિહારમાં નીતિશ સરકાર સાથે મળીને બિહારના સપના સાકાર કરી રહી છે. કેન્દ્રમાં તેમની સરકાર અને બિહારમાં નીતિશ કુમારની સરકાર આ રાજ્યના દરેક સપનાને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. તેમણે અહીં એમ પણ કહ્યું કે નીતીશ કુમારે બિહારમાં સુશાસન લાવીને ‘જંગલ રાજ’નો અંત લાવ્યો. વાસ્તવમાં પીએમ મોદીએ દરભંગામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સનો શિલાન્યાસ કર્યો અને કહ્યું કે બિહારના લોકોને અમારી વિકાસ અને જન કલ્યાણ યોજનાઓનો મહત્તમ લાભ મળે તેવો અમારો પ્રયાસ છે.
પીએમ મોદીએ કહ્યું, ‘બિહારે નીતિશ બાબુના નેતૃત્વમાં સુશાસનનું જે મોડલ વિકસાવ્યું અને બતાવ્યું તે અદ્ભુત છે. બિહારને ‘જંગલ રાજ’માંથી મુક્ત કરાવવામાં તેમની ભૂમિકાની પૂરતી પ્રશંસા કરી શકાય તેમ નથી.