વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે બાબરા શહેર ભાજપ પરિવાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જનકભાઈ તાળાવીયાની આગેવાનીમાં સ્થાનિક શિવમંદિરમાં ભગવાન શિવને અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના શહેર તેમજ તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌએ વડાપ્રધાનના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.






































