લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોને પગલે લાઠી તાલુકાના કાંચરડી ગામમાં રૂ. ૧૨ લાખના ખર્ચે નવા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પુલ મફત પ્લોટ વિસ્તારને ગામ સાથે જોડશે અને સ્થાનિકોને મુશ્કેલીમાંથી મુક્તિ અપાવશે. ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત અમરેલીના પૂર્વ ચેરમેન પ્રતિનિધિ ઘનશ્યામભાઈ રાઠોડ, કાંચરડી ગામના પૂર્વ સરપંચ ગોબરભાઈ રાઠોડ અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. લાઠી બાબરા વિધાનસભા વિસ્તારમાં વિકાસ કામોની ઝુંબેશ ચાલી રહી છે. થોડા સમય પહેલા લાઠીમાં અત્યાધુનિક સુવિધાઓવાળી હોસ્પિટલ અને રૂ. ૨૦ કરોડ ૪૦
આભાર – નિહારીકા રવિયા લાખના ખર્ચે નવા રોડ રસ્તાઓને મંજૂરી મળી હતી. આ પુલનું નિર્માણ આ વિકાસ કામોમાં વધુ એક મહત્વનો ઉમેરો છે.