બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત ધારાસભ્ય જનક તળાવીયાના અથાગ પ્રયાસોથી લોંઘણવદર એપ્રોચ રોડ પર રૂ.૯૦ લાખના ખર્ચે નવો પુલ મંજૂર કરવામાં આવ્યો છે. આ પુલના નિર્માણથી સ્થાનિક જનતાની વર્ષો જૂની માંગ પૂર્ણ થવા જઈ રહી છે, જેનાથી નોંઘણવદર સહિત આસપાસના અનેક ગામોના લોકોને વ્યાપક પ્રમાણમાં લાભ મળશે. અત્યાર સુધી વરસાદી ઋતુ દરમિયાન આ માર્ગ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર વારંવાર અટકી જતો હતો. જેના લીધે ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, દૂધ ઉત્પાદકો અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે નવા પુલના નિર્માણ સાથે બારમાસી વાહન વ્યવહાર સરળ બનશે અને લોકો આભાર – નિહારીકા રવિયા સુરક્ષિત રીતે અવરજવર કરી શકશે. આ સુવિધાથી ખેડૂતોને પોતાની ખેતપેદાશ બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે, તેમજ આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં પણ સુધારો થશે. ધારાસભ્ય જનક તળાવીયાએ આ તકે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મજબૂત રસ્તા અને પુલો પાયાની જરૂરિયાત છે. જનતાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી સરકારમાં કરવામાં આવેલી રજૂઆતને મંજૂરી મળતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.