બિહારને વિશેષ રાજયનો દરજજો આપવાની માંદ મુખ્યમંત્રી નીતીશકુમાર અવાર નવાર કેન્દ્ર સરકારથી કરતા રહે છે બિહારમાં ચુંટણીના સમયે જદયુ પરસ્પર આ માંગ દોહરાવતું રહે છે આ મુદ્દા પર એકવાર ફરી જદયુ નેતા રાજીવ રંજન સિહ ઉર્ફે લલન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી બિહારને વિશેષ રાજયનો દરજજો આપવાની માંદ કરી છે.તેમણે કહ્યું કે વિશેષ દરજજો હેઠળ આવનારા માપડંડોને બિહાર પુરૂ કરે છે આથી બિહારને વિશેષ રાજયનો દરજજો મળવો જોઇએ
તેમણે ટ્‌વીટર પર પીએમઓ ઈન્ડિયા પીએમ મોદીને ટેગ કરતા લખ્યું છે કે માનનીય નરેન્દ્ર મોદીજી,ઉચ્ચ જનસંખ્યા ધનત્વ,પ્રાકૃતિક સંસાધનોની કમી ભૂમિહીનતા પ્રતિ વ્યક્તિ ન્યુનતમ આવક વિશેષ રાજયનો દરજજો મળે તેના માટે જે પણ નિર્ધારિત માપદંડો છે તેને બિહાર પુરા કરે છે.મહેરબાની કરી વિચાર કરવામાં આવે ન્યાય કરવામાં આવે
એ યાદ રહે કે તાજેતરમાં જ નીતિ આયોગે દર અઠવાડીયે આવનાર રિપોર્ટમાં બિહારની વસ્તીમાં ૫૦ ટકાથી વધુ વસ્તીને ગરીબ બતાવી છે હવે ગરીબી રેખા પર જોરી નીતિ આયોગના નવા રિપોર્ટ પર ધ્યાન આપવામાં આવે તો દેશમાં સૌથી ગરીબ રાજય બિહાર છે બિહારમાં કુલ વસ્તીના ૫૨ ટકા લોકો ગરીબ છે.આ રિપોર્ટ અનુસાર રાજય વિકાસના અનેક ક્ષેત્રોમાં પછાત છે.