(એ.આર.એલ),અમદાવાદ,તા.૭

સુરતમાં અંતે અઢી વર્ષની બાળકીને આખરે ન્યાય મળ્યો છે. દિવાળીની રાત્રે પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી સાથે તેના પિતાથી પણ વધુ ઉંમરના એક વ્યક્તિએ દુષ્કર્મ  આચર્યું હતું. દુષ્કર્મ પછી આરોપીએ બાળકીને મોતને ઘાટ ઉતારી દિધી હતી. કોર્ટમાં સરકારી વકીલે ઘટનાના જે પૂરાવા રજૂ કર્યા, તે તમામ પૂરાવા આરોપી વિરૂદ્ધના હતા અને ધ્યાનમાં રાખીને સુરતની સેશન્સ કોર્ટે આરોપી ગુડ્ડુકુમાર યાદવને ફાંસીની સજા સંભળાવી છે. જાકે હજુ પણ આરોપીને પોતાના કરેલા કુકર્મ પર કોઈ પસ્તાવો નથી.

રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર ઘટના વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે અઢીવર્ષની બાળકી પર ગુડ્ડુ યાદવ નામથી ઓળખતો ઈસમ દ્વારા બાળત્કાર કર્યો હતો. આ ઘટનાથી ગુજરાતના એક એક પરિવારની બહેનો સરકાર પાસે આશા રાખતી હતી કે બાળકીને ન્યાય મળે અને આરોપીને આકરી સજા થાય. આ બાળકીને પરિવારને ન્યાય કેવી રીતેમળશે. હું આજે ગુજરાત પોલીસની આખી ટીમ, મેડિકલ ટીમ, એફએસએલની ટીમ અને ખાસ કરીને ન્યાયતંત્રનો આભાર માનું છું.

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બે દ્વારા નાની બાળકી પર થતા ગુનાઓમાં ઝીરો કોલરન્સની નીતિ અપનાવવામાં આવે તે પ્રમાણે નીતિ બનાવવામાં આવીછે. તે અંતર્ગત સુરતમાં થયેલી આ ઘટનામાં ગુજરાત પોલીસ અને તમામ એજન્સી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આવા જઘન્ય ગુનાઓમાં ન્યાયતંત્રમાં ઝડપી ન્યાય આપીને શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે.

આ બાળકીને માત્ર ૨૯ દિવસમાં જ ન્યાય મળ્યો છે. સુરતમાં અઢી વર્ષની બાળકી ગુમ થયાની ઘટનામાં સ્થાનિક પોલીસ કમિશ્નરને સૂચના આપવામાં આવી હતી અને ૩૫૦થી વધુ પોલીસના અધિકારીઓની ટીમ બનાવીને આ બાબતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત દિવસ, પોલીસ કમિશ્નર, પોલીસ અધિકારીઓ આ ઘટનાને લઈને સંકલનમાં હતા. ત્યાબાદ ઘટના સ્થળે સીસીટીવીના આધારે આરોપી ગુડ્ડુકુમાર યાદવની ઘરપકડ કરવામાં આવી હતી. માત્ર પાંચ દિવસમાં એફએસએલ રીપોર્ટ ગુજરાત પોલીસે મેળવ્યો હતો. એફએસએલ ટીમને આભાર માનું છું. અને માત્ર ૭ જ દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, અને ત્યારબાદ માત્ર ૨૧ દિવસમાં જ નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ ટ્રાયલ પૂર્ણ કરીને દુષ્કર્મ કેસના આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો છે.તેમણે ઉમેર્યું હતું કે, નામદાર કોર્ટે આરોપીને ફાંસી આપીને એક મહિનામાં ૨૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતના ઈતિહાસમાં આટલી ઝડપી સજા ફટકારીને ઈતિહાસ સર્જયો છે.

તમને જણાવીએ દઈએ કે, કોર્ટના ચુકાદાને ભોગ બનનાર બાળકીના માતાએ રડતી આંખે સ્વીકાર્યો. જા કે, જ્યારે આરોપીને સજા ફટકારવામાં આવી ત્યારે આરોપીના ચહેરા પર કોઈ જ અફસોસ નહોતો. જ્યારે બાળકીના પિતાએ કહ્યું કે, આશા નહોતી એટલી ઝડપથી ચુકાદો આવ્યો છે. જેનો અમને રાજીપો છે. મારી દીકરીને ન્યાય મળ્યો છે. પોલીસ સહિતના તમામ વિભાગોએ ખૂબ સારી કામગીરી કરી છે. તો બીજી તરફ ગૃહરાજ્યમંત્રીએ પણ પોલીસ અને ન્યાયતંત્રીની કામગીરીને સલામ કર્યા છે.

અત્રે નોંધનીય છે કે, સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ૨૯ જ દિવસમાં આરોપીને આ સજા આપવામાં આવી છે. સોમવારે થયેલી સુનાવણીમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો. જેને આજે ફાંસીની સજા આપવામાં આવી છે. દિવાળીના દિવસે જ સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી ગુમ થઈ હતી. જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનો ખુલાસો પણ થયો હતો.