કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જગદીશ ટાઇટલરને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જગ્યા મળી છે હકીકતમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચારથી પાંચ જુને નવ સંકલ્પ શિબિરનું આયોજન કરી રહી છે આ શિબિરમાં અલગ અલગ સ્તરની સમિતિઓ બનાવવામાં આવી છે.તેમાંથી એક ઓર્ગેનાઇજેશન એન્ડ પોલિટિકલ અફેયર્સની પેનલમાં જગદીશ ટાઇટલરને સભ્ય બનાવવામાં આવ્યા છે. એ યાદ રહે કે ગત મહીને જગદીશ ટાઇટલરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીથી દિલ્હીમાં મુલાકાત કરી હતી
આ પહેલા ૩૦ ઓકટોબર ૨૦૨૧ના રોજ જગદીશ ટાઇટલરને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સ્થાયી સભ્ય મનોનિત કરવામાં આવ્યા હતાં જેનો ભારે વિરોધ થયો હતો પાર્ટીની અંદર પણ સવાલ ઉભા થવા લાગ્યા હતાં વર્ષ ૧૯૮૪ના શિખ વિરોધી તોફાનોના આરોપી જગદીશ ટાઇટલરની પસંદગીને શિરોમણી અકાલીદળ અને ભાજપે શિખના જખમ પર મીઠું ભભરાવવા જેવું ગણાવ્યું હતું પંજોબ કોંગ્રેસના નેતાઓએ પણ જગદીશ ટાઇટલરની પસંદગી પર સવાલ ઉઠાવ્યો હતો.
એ યાદ રહે કે ટાઇટલર પર શિખ વિરોધી તોફાનો ભડકાવવાનો આરોપ છે જો કે ટાઇટલરના મામલામાં સીબીઆઇએ ૨૦૦૭,૨૦૦૯ અને ૨૦૧૪માં કલોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો પરંતુ શિખ વિરોધી તોફાનોમાં પોતાના પતિને ગુમાવનાર લખવિંદર કૌરની અરજી પર દિલ્હીની કડકડડૂમા અદાલતે તમામ કલોઝર રિપોર્ટ રદ કરી દીધો હતો જગદીશ ટાઇટલર તમામ આરોપોને નકારતા રહ્યાં છે.