૨૦૦૨ના ગુજરાત કોમી રમખાણમાં માર્યા ગયેલા દિવંગત કોંગ્રેસ સાંસદ અહેસાન જોફરીની પત્ની જકિયા જોફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિશેષ તપાસ દળ(એસઆઈટી) દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. જસ્ટીસ એએમ ખાનવિલકર, દિનેશ માહેશ્વરી અને સીટી રવિકુમારની બેંચે કેસની સુનાવણી
કરી હતી.જોફરીની પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે ૨૦૦૨ના ગુજરાત કોમી રમખાણોની તપાસ કરી રહેલ વિશેષ તપાસ દળે પુરાવા વણજોયા કરી દીધા અને કોઈ તપાસ કર્યા વિના નિષ્કર્ષ કાઢ્યો. કપિલ સિબ્બલે એ પણ જણાવ્યુ કે પાઠ ભણાવવાનુ આ એક મોટુ ષડયંત્ર હતુ અને એસઆઈટીએ ના કોઈ ધરપકડ કરી અને ના તેમણે કોઈ ફોન જપ્ત કર્યા. અદાલતે એકઠા કરેલા પુરાવાને સ્વતંત્ર રીતે જોવા જોઈતા હતા અને એસઆઈટીની અવગણના કરવી જોઈતી હતી. સિબ્બલે કહ્યુ કે સાંપ્રદાયિક હિંસા જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની જેમ છે. આ એક સંસ્થાગત સમસ્યા છે જ્યારે પણ લાવા પૃથ્વી પર કોઈ જમીનને સ્પર્શે છે ત્યારે તે તેને ડરાવે છે અને ભવિષ્યમાં બદલો લેવા માટે ફળદ્રુપ જમીન બની જોય છે. આ દરમિયાન કપિલ સિબ્બલ ભાવુક થઈ ગયા અને તેમણે કહ્યુ કે મે પાકિસ્તાનમાં મારા નાનીને ગુમાવ્યા. હું પણ એ નફરતનો શિકાર છુ
જોફરી તરફથી પક્ષ રાખી રહેલ સિબ્બલે કહ્યુ કે તે કોઈ એ કે બી પર આરોપ નથી લગાવી રહ્યા પરંતુ દુનિયાને એ સંદેશ જરૂર જવો જોઈએ કે આ હિંસા અસ્વીકાર્ય છે અને સહન કરવા નહિ આવે. કપિલ સિબ્બલે કહ્યુ કે આ એક ઐતિહાસિક કેસ છે. આપણે એ નક્કી કરવાનુ છે કે કાયદાનુ રાજ હંમેશા જળવાશે કે લોકોને પરસ્પર ભીડાવા દેવા જોઈએ. કપિલ સિબબ્લે કહ્યુ કે જોફરીએ ૨૦૦૬માં એક ફરિયાદ કરી હતા જેમાં મોટા ષડયંત્રની વાત કરવામાં આવી હતી અને એસઆઈટીએ તેમના દ્વારા ઉઠાવેલા મુદ્દાઓ પર કોઈ તપાસ કરી નહોતી. સિબ્બલે સર્વોચ્ચ અદાલતે એ રેકા‹ડગની પ્રતિલિપિ પર એક નજર નાખવા માટે કહ્યુ હતુ જેને સીબીઆઈએ પ્રમાણિત કરી હતી અને એસઆઈટીએ બિલ્કુલ સ્પર્શી પણ નહોતી. ટેપ અનુસાર રાજ્યમાં મોટી સંખ્યામાં આગ્રેયાત્ર્સોને બહારથી લઈ જવામાં આવ્યા હતા અને અહીં સુધી કે બામ્બ પણ બનાવવામાં આવ્યા હતા. સિબ્બલે પીઠને જણાવ્યુ કે દેશી બંદૂકોનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ અને મોટી પાઈપોનો ઉપયોગ કરીને રાકેટ