સાંજનો સમય હતો. નુરજહાન મહેલની અગાસીમાં ફરતી હતી. ત્યારે દુર નદી કિનારે ધોળુ પશુ જેવું લાગ્યું. આથી તેને વિચાર આવ્યો કે આટલા દુરથી શિકાર થઇ શકે છે કે નહી નુરજહાન આમ તો નિશાનબાજ હતી. તેથી તેણે બંદૂક ફોડી અને દુર જણાતું ધોળુ પશુ ઢળી પડયું. તે શું શિકાર છે તેની તેને દરકાર ન હતી. એને તો શિકાર થયો એનો આનંદ થયો હવે ખરી વાત એ હતી કે દુરથી દેખાતુ ધોળુ પશુ નહી પણ એક ધોબી હતો. એ મરી ગયો, ધોબીની વહુને દુઃખનો પાર ન રહ્યો અન્ય નાતીલા ધોબીઓએ મળીને ધોબીના શબનો અગ્નિસંસ્કાર કર્યો.
જહાંગીર એક ન્યાયપ્રિય બાહાદુર હતો. એણે એના બેઠકવાળી રૂમની બારીમાંથી સોનાની સાંકળ લટકાવી રાખી હતી જેને કોઇ ફરિયાદ કરવી હોય તે સાંકળ ખેંચે સાંકળ સાથે સોનાની ઘંટડીઓ બાંધી હતી તે વાગતી હતી તે વગાડનારની ફરિયાદ સાંભળી જહાગીર ન્યાય આપતો. આમ ધોબણ પણ બાદશાહને ફરિયાદ કરવા આવી. પણ નુરજહાનના હાથે ધોબી મરાયો હતો. તેથી ચોકીદારે ધોબણને અંદર જવા ન દીધી.પ ણ ચોકીદાર બીડી, ચલમ ફુંકતો બસ ત્યારે તક મળતાં ધોબણ એ સાંકળ એકદમ ખેચી અને જારથી હલાવી અને ઘંટડીનો ઉપરા ઉપરી અવાજ થયો. બાદશાહે તેને બોલાવી. ત્યારે ધોબણે પોતાના બાળકને બાદશાહના પગમાં મુકી. પોતાની ફરિયાદ આંખે આસુ ભરીને કરી. જહાંગીરે દિલાસો આપીને કહ્યું: “આવતીકાલે દરબારમાં આવીને મળજે અને સોના મહોરની કોથળી આપતા કહ્યું લે આ તારા બચ્ચા અને તારા પોષણ માટે અને જા દર વર્ષે રાજ તરફથી આમ પોષણ મળશે.
બીજા દિવસે બેગમનો ન્યાય થવાનો હતો તેથી દરબાર ચિક્કાર ભરાઇ ગયો. ધોબણે પુરી ફરિયાદ કરી. ત્યારે બાદશાહે નુરજહાનને પુછ્યું તો એણે ગુન્હો કબુલ કર્યો. એટલે જહાંગીરે બંદુક લઇને ધોબણને આપતા કહ્યું “વસ્તીમાં શિકાર કરવાનો નહીં એ મારો હુકમ છે જે ભંગ કરી ધોબણનાં પતિને માર્યો છે તેથી હું ન્યાય કરૂં છું કે ધોબણે નુરજહાનના પતિને મારી બદલો લેવો સામો જીવ લઇને…’
ત્યારે ગભરાયેલ ધોબણે બંદુક પાછી આપતા કહ્યું “ સો મરે પણ સોનો પાલન હાર ન મરશો, નામદાર તેને માફ કરો, બેગમ સાહેબના આ કૃત્યની જાણ થાય એટલા
માટે ફરિયાદ કરેલી… મને માફ કરો.
બેગમને માફ કરો. ધોબણના કહેવાથી તેને માફ કરીને જહાંગીરે ન્યાય કર્યો.
(આપણા દેશની ઐતિહાસિક વાતોમાંથી ટુંકાવીને)