કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આઠ વર્ષની બાળા સાથે દુષ્કર્મ કરી તેની હત્યા નિપજાવવાની ઘટનાનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. નરાધમ આરોપીને ફાંસીની સજા થાય તેવી સર્વ સમાજમાંથી માંગણી ઉઠવા પામી છે ત્યારે જંત્રાખડી ગામે બનેલી ઘટનાના વિરોધમાં વડિયા, કુંકાવાવ તાલુકા યુથ કોંગ્રેસે આરોપીને કડકમાં કડક સજા થાય અને બાળાના પરિવારને સરકાર આર્થિક સહાય જાહેર કરે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે જુનેદ ડોડીયા, ભોમીફ પાંધી, હર્ષ તેરૈયા, દિલિપભાઇ શિંગાળા, હકાભાઇ ભરવાડ, બાલાભાઇ મકવાણા, અફઝલ સાડેકી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.