રાજપરા પરિવાર (જંગરવાળા) દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના સમાપન સમારોહમાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા હાજર રહ્યાં હતા. કૌશિકભાઈએ જંગર ગામ સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કર્યા હતા. આ પ્રસંગે ટાવર વેપારી મંડળના હિતેશભાઈ પોપટ અને તેમના મિત્રમંડળનું સન્માન કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ હવેલી (મોટી)ના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ નિતિનભાઈ અને તેમના પરિવારનું સન્માન કર્યું હતું. ત્યારબાદ અરવિંદભાઈ જાનીદાદા (જય નાગનાથવાળા) દ્વારા પણ નિતિનભાઈ, તેમના પત્ની, હસુભાઈ (શ્રી બાલમુકુંદ જ્વેલર્સ-સુરત), તેમના પત્ની અને સમગ્ર પરિવારનું સન્માન કરાયું હતું. શાસ્ત્રી વિપુલભાઈ વ્યાસ અને તેમના પત્નીનું પણ નાગનાથ દાદાના ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલા ભાવિકોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો.