કુંકાવાવ તાલુકાના જંગર ગામે આજે તાલુકા ઉત્કર્ષ સમિતિ કુંકાવાવ-વડીયા દ્વારા સન્માન સમારોહનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય આયોજક એવા રવજીભાઇ વસાણી દ્વારા આવેલ તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કુંકાવાવ/વડીયા તાલુકાના દાતાઓનું આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શોભા વધારવા સાધ્વીશ્રી ગીતાદીદી, કુંકાવાવના ગૌભક્ત ગોબરભગત, મહંત ગોકળદાસબાપુ, નિલેષભાઇ જી. પટેલ, કાનજીભાઇ ભાલાળા, મગનભાઇ રામાણી, ધનસુખભાઇ દેવાણી, બી.એલ. રાજપરા, નટુભાઇ રાજપરા, મનસુખભાઇ સુવાગીયા, પ્રાગજીભાઇ કાકડીયા અને સવજીભાઇ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઇ પટેલના શુભેચ્છા સંદેશનું વાંચન વસંતભાઇ મોવલીયાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ પ્રાગજીભાઇ વસાણીએ કરી હતી. જ્યારે આયોજક સમિતિના પિયુષભાઇ ગુણા, વસંતભાઇ મોવલીયા, રાજેશભાઇ ટાઢાણી, દિનેશભાઇ ગુણા, વિપુલભાઇ વસાણી દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવાયો હતો. આ કાર્યક્રમમાં કુંકાવાવ, વડીયા સહિત જિલ્લાભરના સમાજના આગેવાનો, લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.