જંકશન ખીજડીયા ગામે નજીવી વાતમાં બે પક્ષોમાં બબાલ થઈ હતી અને બંને એકબીજા સામે ફરિયાદ નોંધાવી હતી. મંગળુભાઈ ભગુભાઈ વાળા (ઉ.વ.૫૨)એ હાથીભાઈ દેવકુભાઈ જેબલીયા તથા ચંપુભાઈ દેવકુભાઈ જેબલીયા સામે ફરિયાદ નોંધાવાતા લખાવ્યું, તેઓ બે દિવસ પહેલા પોતાની પાન-માવાની દુકાને હતા ત્યારે ચંપુભાઈ આવીને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. જેથી તેમણે કારણ વગર કેમ ગાળો આપો છો તેમ કહ્યું હતું. જે બાદ આરોપીએ, ગાળો જ આપી છે હજી તો દુનિયામાંથી ગાયબ કરી નાંખીશ તેમ કહ્યું હતું. જે બાદ હાથીભાઈએ પણ લાકડા વડે મુંઢ માર્યો હતો અને ગામમાં દેખાઈશ તો જીવતો નહીં રહેવા દઉ તેવી ધમકી આપી હતી. જે બાદ હાથીભાઈ દેવકુભાઇ જેબલીયા (ઉ.વ.૨૫)એ મંગળુભાઇ ભગુભાઇ વાળા તથા જનકભાઇ જોરૂભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓ તેમના નાનાભાઈ સાથે બોલાચાલી કરતા હતા ત્યારે તેઓ ત્યાં જતા મંગળુભાઈ ગાળો આપવા લાગ્યા હતા અને તેમના નાનાભાઈને બરડામાં ઢીકા પાટુ મારીને પછાડી દીધા હતા. ઉપરાંત બંને ભાઈઓએ અપશબ્દો બોલી ઘા માર્યો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.બી.ભરાડ વધુ તપાસ કરી રહ્યા છે.