અદાણીએ છ મહિના બાદ સીએનજી  ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અદાણી સીએનજી કંપની દ્વારા ગેસના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે. સીએનજી  ગેસમાં ૧ રૂપિયાનો વધારો કરાયો છે. હવે અમદાવાદમાં સીએનજી ૮૨.૩૮ રૂપિયામાં મળશે.

ગુજરાતમાં સીએનજીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. અદાણી દ્વારા જાન્યુઆરી મહિનામાં સીએનજીના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો વધારો કરાયો છે. ત્યારે છ મહિના બાદ ફરીથી સીએનજી ગેસમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. આજે અદાણીએ સીએનજી ગેસમાં ૧ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે નવો ભાવ ૮૨.૩૮ રૂપિયા થયો છે. જે આજથી લાગુ થશે.

જયારે જયારે ભાવ વધારો થયો છે તે અનુસાર ૧ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો,૬ જુલાઈ, ૨૦૨૩ – ૩૦ પૈસાનો વધારો,૧૬ જુલાઈ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો,૧ ઓગસ્ટ, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો,૨ ઓક્ટોબર, ૨૦૨૩ – ૧૫ પૈસાનો વધારો,૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ – ૧ રૂપિયાનો વધારો,૩ ડિસેમ્બર, ૨૦૨૪ – ૨૨ પૈસાનો વધારો     ૨ જાન્યુઆરી, ૨૦૨૫ – ૧.૫૦ રૂપિયાનો વધારો,૨ ઓગસ્ટ, ૨૦૨૫ – ૧ રૂપિયાનો વધારો દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સીએનજી ગેસના ભાવમાં એટલો વધારો થયો કે છે કે તમે અંદાજ પણ માંડી નહિ શકો.