છોટા ઉદેપુરમાં બોડેલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. બોડેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે. ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. કંડિયા નજીક હેરણ નદીમાં પાણીની આવક વધી છે. સિઝનનો સરેરાશ ૧૮ ઈંચ વરસાદ પડ્યો છે.દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
છોટા ઉદેપુર. ૪૯. મીમી, પાવી જેતપુર. ૧૪. મીમી, સંખેડા. ૩૯. મીમી, નસવાડી. ૩૦. મીમી, બોડેલી. ૧૨ મીમી, કવાંટ. ૨૭ . મીમી વરસાદ નોંધાયો છે. સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યં છે. તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ,મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.