છોટાઉદેપુર જિલ્લાના મોટી સઢલી ગામે ગ્રામજનોએ તૂટી ગયેલા રસ્તાની સમસ્યાને લઈને ચક્કાજામ કર્યો અંબાલાથી મોટી સઢલી જતા એનએચ- ૫૬ પર ઘણા સમયથી રોડની હાલત બિસમાર છે.
નવો રસ્તો બનાવવાની લાંબા સમયથી માંગણી વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ જાગ્યો હતો. ગામલોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો કર્યા છતાં સ્થાનિક તંત્ર અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ સુધારણા નહીં કરાતા અંતે તેઓએ ચક્કાજામનો માર્ગ પસંદ કર્યો સ્થાનિકો રસ્તા પર બેસી ગયા અમને નવો રસ્તો જાઈએ તેમ કહી સૂત્રોચાર કર્યા હતાં
સ્થાનિકો એ જણાવ્યું અમે કેટલીય વખત અરજી કરી છે, તૂટેલા રસ્તાના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય છે, સ્કૂલી બાળકોને પણ હાલાકી પડે છે. હવે જા તંત્ર કામ નહીં કરે તો આંદોલન ઉગ્ર બનાવશું.
ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી હતી અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જાકે ગ્રામજનોએ સ્પષ્ટતા આપી છે કે તેમને નવો રસ્તો જાઈએ છે, માત્ર આશ્વાસન નહિ.
છોટાઉદેપુર પાસે હાઇવે જામ કરી દેતા અધિકારીઓ પોલીસનો કાફલો પહોંચી સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હવે જાવાનું એ રહે છે કે આટલો વિરોધ કર્યા બાદ આ રસ્તાનું કામ કેટલા સમયમાં થાય છે.