અમરેલી જિલ્લાના ઘણા યુવકો તેના મનગમતા પાત્રને ભગાડી જઈને લગ્ન કરતાં હોય છે. જોકે ઘણી વખત તેનો અંજામ સારો આવતો નથી. બગસરામાં રહેતો એક યુવક અમરેલીમાં રહેતી છોકરીને ભગાડીને લઈ ગયો હતો. જે મુદ્દે છોકરીના પિતાએ ફોન કરીને યુવકના પિતાને ધમકી આપી હતી. જેને લઈ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. બગસરામાં રહેતા રાજુભાઇ પરશોતમભાઇ સોજીત્રા (ઉ.વ.૪૬)એ અમરેલીમાં રહેતા ઉજેશભાઇ ભીખાભાઇ કાથરોટીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત પ્રમાણે, રાજુભાઈનો દિકરો ૨૦ દિવસ પહેલા ઉજેશભાઈની દીકરીને ભગાડીને લઈ ગયો હતો. જેનું મનદુઃખ રાખી ઉજેશભાઈએ તેમને ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપીને ગર્ભિત ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.