વડીયા-કુંકાવાવ તાલુકાના તોરી રામપુર-નાજાપુર મોટા પીઠડીયા વગેરે ગામના લોકોને એસ.ટી. બસના અભાવે તાલુકામાં અને અમરેલી જવામાં તકલીફ પડી રહી છે. બંધ કરાયેલી અમરેલી-રાજકોટ વાયા વડીયા, તોરી, મોટી કુંકાવાવ અને અમરેલી-મેંદરડા વાયા વડીયા, તોરી, ચૂડા (સોરઠ), ભેસાણ થઇ વર્ષોથી ચાલતી એસ.ટી. બસને ફરી શરૂ કરવા આ ગામના રહિશો માગણી કરી રહ્યા છે. આ અંગે તોરીના આઝાદ યુવક મંડળના પ્રમુખ વિનુભાઈ કોટડીયાએ સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને પણ પત્ર લખી બસ શરૂ કરાવવા રજૂઆત કરી છે.