આજે ટ્રેડિંગના અંતે સ્થાનિક શેરબજારમાં તીવ્ર ઉછાળો જાવા મળ્યો. મંગળવારે,બીએસઇ સેન્સેક્સ ૩૧૯.૭૮ પોઈન્ટ (૦.૩૯%) વધીને ૮૧,૮૫૭.૪૮ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૧૨૬.૭૫ પોઈન્ટ (૦.૫૧%) વધીને ૨૫,૧૭૫.૪૦ પર બંધ થયો. આજે ટ્રેડિંગ શરૂ થયું ત્યારથી જ બજાર અસ્થિત  હતું, પરંતુ બંધ થવાના થોડા મિનિટ પહેલા જ તીવ્ર તેજી જાવા મળી હતી. બંધ સમયે, સેન્સેક્સ ૫૧૪ પોઈન્ટ વધીને ૮૨,૦૮૪.૯૨ પર પહોંચ્યો. એ નોંધવું જાઈએ કે આજે ભારત અને યુરોપિયન યુનિયને ઐતિહાસિક હ્લ્‌છ ની જાહેરાત કરી હતી, જે આવતા વર્ષે લાગુ થવાની ધારણા છે.
મંગળવારે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૧૭ શેરો વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા, જ્યારે બાકીના ૧૩ શેરો નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. તેવી જ રીતે, નિફ્ટી ૫૦ માં, ૫૦ કંપનીઓમાંથી માત્ર ૩૪ કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા, જ્યારે બાકીની ૧૬ કંપનીઓ નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, અદાણી પોર્ટ્‌સ સૌથી વધુ ૪.૪૭ ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે મહિન્દ્રા અને મહિન્દ્રા સૌથી વધુ ૪.૧૯ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, એક્સીસ  બેંક ૪.૩૧ ટકા, ટાટા સ્ટીલ ૨.૬૪ ટકા, ટેક મહિન્દ્રા ૨.૫૮ ટકા,એનટીપીસી ૨.૪૮ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૨.૨૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૭ ટકા,બીઇએલ ૧.૫૭ ટકા, ઈન્ડીગો ૧.૫૧ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૧.૪૯ ટકા,એલએન્ડટી ૧.૨૦ ટકા,એચડીએફસી બેંક ૧.૧૬ ટકા, ટ્રેન્ટ ૦.૯૬ ટકા, ઇન્ફોસિસ ૦.૭૭ ટકા,એચસીએલ ટેક ૦.૬૧ ટકા, સન ફાર્મા ૦.૨૭ ટકા અને પાવરગ્રીડ ૦.૦૮ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ, કોટક મહિન્દ્રા બેંકના શેર ૩.૧૪ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૨.૮૧ ટકા, એટરનલ ૧.૯૭ ટકા, મારુતિ સુઝુકી ૧.૪૮ ટકા,આઇટીસી ૧.૪૪ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૩૮ ટકા, બજાજ ફિનસર્વ ૧.૨૧ ટકા, ટાઇટન ૦.૭૨ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૯ ટકા, ભારતી એરટેલ ૦.૧૭ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૦૮ ટકા અને ટીસીએસ ૦.૦૮ ટકાના ઘટાડા સાથે બંધ થયા.