દેશમાં કોરોનાથી સાજો થનારા લોકોની સંખ્યામાં ગત દિવસની સરખામણીએ ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૯૧૮ લોકો કોરોનામાંથી સાજો થવામાં સફળ થયા છે.
દેશમાં એક દિવસ પહેલાની સરખામણીએ દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. અગાઉ ૮,૬૦૩ કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી સાજો થનારા લોકોની સંખ્યામાં પણ ગત દિવસની સરખામણીએ ઘટાડો
થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૯૧૮ લોકો કોરોનામાંથી સાજો થવામાં સફળ થયા છે. આના કારણે, કોરોનામાંથી સાજો થનારા લોકોની કુલ સંખ્યા વધીને ૩,૪૦,૬૦,૭૭૪ થઈ ગઈ છે.
આ ઉપરાંત, દેશમાં મૃત્યુને લઈને જે મામલો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા છે. દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ૨,૭૯૬ નોંધાયો છે. જેમાં બિહારમાં મૃત્યુના બેકલોગનો ડેટા સામેલ કરવામાં આવ્યો છે. બિહારમાં અગાઉ કોરોનાના કારણે મૃત્યુ પામેલા ૨,૪૨૬ લોકોના આંકડા આજે સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ કેટલાક દિવસોથી એકીટવ કેસ ૯૯ હજોરથી એક લાખની વચ્ચે રહ્યા છે. હવે દેશમાં સક્રિય કેસ વધીને ૯૯,૧૫૫ થઈ ગયા છે. સક્રિય કેસ કુલ કેસના એક ટકા કરતા ઓછા છે. હાલમાં તે ૦.૨૯ ટકા છે અને ૨૦૨૦ પછી સૌથી નીચો છે.
દેશમાં કોરોનામાંથી સાજો થવાનો દર ૯૮.૩૫ ટકા નોંધાયો છે. બીજી બાજુ દૈનિક પોઝિટીવિટી દર ૦.૭૩ ટકા છે, જે છેલ્લા ૬૨ દિવસથી ૨ ટકાથી ઓછો છે. આ સાથે, સાપ્તાહિક હકારાત્મકતા દર ૦.૮૦ ટકા છે. તે ૨૧ દિવસથી એક ટકાથી ઓછો છે. દેશમાં રાષ્ટÙવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં રસીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૨૭.૬૧ કરોડ રસી લગાવવામાં આવી છે.