ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે કચ્છ, સૌરાષ્ટÙ, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જાર ઘટ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાત કેટલાક જિલ્લામાં સાર્વÂત્રક મેઘમહેર જાવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં ૪ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. ગત ૨૪ કલાકમાં વલસાડ અને સુરત જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૨ ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ભરૂચ જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
તાલુકાની વાત કરીએ તો, મહેસાણાના જાટાણા, સુરતના પલસાણા અને સુરત, બનાસકાંઠાના દાંતીવાડા, તેમજ વલસાડના વાપી તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, નર્મદાના નાંદોદ, વલસાડના પારદી, ઉમરગામ અને કપરાડા,સુરતના માંગરોળ, માંડવી અને મહુવા, નવસારીના ખેરગામ, કચ્છના રાપર અને તાપીના સોનગઢ તાલુકામાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના આશરે ૩૦ તાલુકામાં એક ઇંચથી વધુ તેમજ ૧૪૯ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ ૧૯૮ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદવરસ્યો છે.