કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રાનને લઈને દેશમાં ડરનો માહોલ પેદા થઈ ગયુ છે. વળી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૧૬ નવા કોવિડના કેસ સામે આવ્યા છે અને હાલમાં દેશમાં સક્રિય કેસોનો આંકડો ૯૯,૯૭૬ સુધી પહોંચી ગયો છે જ્યારે ૮૬૧૨ લોકો કોરોનાથી રિકવર થયા છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ હાલમાં દેશમાં રિકવરી રેટ ૯૮.૩૫ ટકા છે અને દૈનિક પાઝિટિવિટી રેટ ૦.૮૦ ટકા છે જ્યારે સાપ્તાહિક પાઝિટિવિટી રેટ ૦.૮૪ ટકા છે અને અત્યાર સુધી કુલ ૧૨૫.૭૫ કરોડ વેક્સીનેશન થઈ ચૂક્યુ છે.
જ્યાં એક તરફ કોરોના કેસોમાં કમી જાવા મળી રહી છે ત્યાં બીજી તરફ કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રાનના બે કેસ કર્ણાટકમાં જાવા મળ્યા છે. જેમાંથી એક ભારતીય નાગરિક છે અને બીજા વ્યક્તિ દક્ષિણ આફ્રિકાનો છે. આ વિશે ફોર્ટિસ એસ્કાટર્સ હાર્ટ ઈન્સ્ટીટ્યુટના કાર્યકારી નિર્દેશક ડા. અશોક સેઠે કહ્યુ કે ઓમિક્રાનમાં બહુ વધુ મ્યુટેશન છે. હજુ જાણવા મળ્યુ નથી કે તે કોવિડના બંને ડોઝ લાગેલા લોકોને પ્રભાવિત કરે છે કે નહિ. માટે બધાએ સાવચેત રહેવાની જરૂર છે.
જા રાજ્યોની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના ૬૫૭ નવા કેસ સામે આવ્યા, ૬૬૭ ડિસ્ચાર્જ થયા અને ૧૨ લકોના કોરોનાથી મોત થયા. જ્યારે આસામમાં કોરોનાના ૧૨૪ નવા કેસ સામે આવ્યા છે અને કોરોનાથી ૩ લોકોના મોત થયા છે જ્યારે તમિલનાડુમાં આજે કોરોના વાયરસના ૭૧૫ નવા કેસ સામે આવ્યા અને ૧૨ લોકોના કોરોનાથી મોત થયા.
દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો એ રાહતની વાત છે પરંતુ હજુ પણ કોવિડ દેશમાંથી ખતમ નથી થયો માટે બધાએ કોરોના પ્રોટોકાલનુ પાલન કરવુ ખૂબ જરૂરી છે કારણકે નાનકડી બેદરકારી મુસીબત બની શકે છે.