દેશમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જોહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૭૫૭૯ નવા કેસ સામે આવ્યા છે કે જે ૫૪૩ દિવસોમાં સૌથી ઓછા છે જ્યારે ૨૩૬ લોકોના મોત થયા છે અને ૧૨,૨૦૨ લોકો હોસ્પિટલમાંથી ઠીક થઈને ઘરે પણ પાછા આવ્યા છે.
દેશમાં હાલમાં સક્રિય કેસ ૧,૧૩,૫૮૪ છે કે જે ૫૩૬ દિવસોમાં આવેલા સૌથી ઓછા કેસોનો આંકડો છે. કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૩,૪૫,૨૬,૪૮૦ સુધી પહોંચી ગઈ છે. વળી, હોસ્પિટલથી ઠીક થનારા લોકોની સંખ્યા ૩,૩૯,૪૬,૭૪૯ થઈ ગઈ છે અને કુલ મોતનો આંકડો ૪,૬૬,૧૪૭ સુધી પહોંચી ગયો છે જ્યારે દેશમાં સક્રિય
કેસોની સંખ્યા ૧,૧૩,૫૮૪ છે અને કુલ રિકવરી ૩,૩૯,૪૬,૭૪૯ છે. હાલમાં ૧,૧૭,૬૩,૭૩,૪૯૯ લોકોને કોરોનાની રસી લાગી ચૂકી છે.
જો રાજ્યોની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં કોરોના વાયરસના ૩૬૯૮ નવા કેસ સામે આવ્યા છે અને ૭૫ લોકોના મોત કોવિડ-૧૯થી થયા છે. જ્યારે મિઝોરમમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૨૩ નવા કેસ સામે આવ્યા અને કોરોનાથી કોઈ મોત થયુ નથી. હાલમાં દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યો પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યા છે અને તેમાં ઘટતુ તાપમાન અને વધતી શરદીના કારણે કોરોનાના કેસો વધી શકે છે માટે સહુ કોઈએ સાવચેત રહેવાની જરુર છે.