સમગ્ર વિશ્વમાં કોરોનાનાં મહામારી આજે પણ એક ચિંતાનો વિષય છે. દુનિયામાં આજે કોરોનાનાં કુલ ૨૪૭,૪૪૭,૯૨૩ કેસ નોંધાયા છે. વળી ૫,૦૧૧,૭૮૬ લોકોનાં મોત કોરોનાનાં કારણે થયા છે. જો કે ભારત માટે સારા સમાચાર છે કે અહી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૧ હજોર ૯૦૩ નવા કેસ નોંધાયા છે, જે ગત દિવસ કરતા વધુ છે. જોકે, આ જમ્પ નજીવો છે. વળી, કોરોનામાંથી સાજો થવાનો દર ૯૮.૨૨ ટકાથી વધુ રહ્યો છે, જે એક સારો સંકેત છે. છેલ્લા એક દિવસમાં કોરોનાનાં ૧૪ હજોર ૧૫૯ દર્દીઓ સાજો થયા છે, જે બાદ હવે કોરોનામાંથી સાજો થનારા લોકોની સંખ્યા ૩ કરોડ ૩૬ લાખ ૯૭ હજોર ૭૪૦ પર પહોંચી ગઈ છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે ૩૧૧ લોકોનાં મોત પણ થયા છે. દેશમાં કોરોનાનાં સક્રિય કેસ એક ટકાથી ઓછા રહ્યા છે. હાલમાં, તે ૦.૪૪ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ માં રોગચાળાની શરૂઆત પછીનો સૌથી ઓછો આંકડો છે.
હવે ભારતમાં કોરોનાનાં માત્ર ૧ લાખ ૫૧ હજોર ૨૦૯ સક્રિય દર્દીઓ બચ્યા છે. છેલ્લા ૨૫૨ દિવસમાં આ સૌથી નીચો આંકડો છે. વળી, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૧.૧૮ ટકા છે અને તે છેલ્લા ૪૦ દિવસથી ૨ ટકાથી નીચે રહ્યો છે.’