દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૯,૨૮૩ કેસ નોંધાયા છે અને ૪૩૭ લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩૪,૫૩૫,૭૬૩ થઈ ગઈ છે. બીજી તરફ, જા આપણે કોરોનાના સક્રિય કેસની વાત કરીએ, તો તે વધીને ૧૧૧, ૪૮૧ થઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૯૪૯ લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે, કોરોનાથી મૃત્યુઆંક વધીને ૪,૬૬,૫૮૪ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૬,૫૮,૨૦૩ રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૧૮,૪૪,૨૩,૫૭૩ લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ જા રિકવરી રેટની વાત કરીએ તો તે ૯૮.૩૩% થઈ ગયો છે. માર્ચ ૨૦૨૦ પછી આ સૌથી વધુ છે. દૈનિક પોઝિટિવિટી દર વિશે વાત કરીએ તો, તે ૦.૮૦% છે જે છેલ્લા ૫૧ દિવસથી ૨ ટકાથી નીચે છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર વિશે વાત કરીએ તો, તે ૦.૯૩% છે.
દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જાવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે જારી કરાયેલા કોરોના બુલેટિન અનુસાર, સતત આઠમા દિવસે કોરોનાથી કોઈ દર્દીનું મોત થયું નથી. તે જ સમયે, ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨૭ કેસ નોંધાયા છે.
આ સાથે રાજધાનીમાં સક્રિય દર્દીઓની કુલ સંખ્યા ૨૯૬ થઈ ગઈ છે. તેમાંથી ૧૨૩ દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન ૨૮ દર્દીઓ સાજા પણ થયા છે. જે બાદ અત્યાર સુધીમાં કુલ ૧૪,૧૫,૩૨૮ દર્દીઓએ કોરોનાને માત આપી છે.